________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૫૧ દિવસમાં માત્ર એકવાર તે જમતો. ક્યારેય સ્વયં ભોજન બનાવતો નહીં. ભિક્ષાથી જ જીવનનિર્વાહ કરતો. એક વખતે તેણે ૧૬ દિવસના ઉપવાસ કર્યા, બીજી વખતે એક મહિનાના ઉપવાસ કર્યા. તેના પગો પરનું ગાલો પરનું માંસ અદૃશ્ય થયું. તેની પાતળી આંગળીઓ પરના નખ વધીને લાંબા થયા. તેની હડપચી પર બરછટ દાઢી ઊગી.
સ્ત્રીઓનો અચાનક ભેટો થતાં તેની નજર હિમશી ઠંડી બની જતી. સુંદર વસ્ત્રધારી લોકોના નગરમાંથી તે પસાર થતો ત્યારે તેના અધર તિરસ્કારથી બિડાતા. તેણે વેપારીઓને વેપાર કરતા જોયા, રાજકુમારને મૃગયા ખેલતા જોયા, મૃત સ્વજનો પર વિલાપ કરતા લોકોને જોયા. વેશ્યાઓને દેહવિક્રય કરતી જોઈ. વૈદ્યોને માંદાઓની શુશ્રુષા કરતા જોયા. પુરોહિતોને લગ્નાદિનાં મુહૂર્ત કાઢતા જોયા. પ્રેમીઓને પ્રેમ કરતાં નિહાળ્યા. માતાઓને પોતાનાં સંતાનોને શાંત પાડતી જોઈ.
આ બધું જોવાલાયક ન હતું. બધું જ અસત્ય હતું. અસત્યની તીવ્ર દુગંધ હતી. તે હતી ઇન્દ્રિયોના સુખની તથા સૌન્દર્યની ભ્રમણા. સહુનો વિનાશ થવાનો હતો. સૃષ્ટિનો સ્વાદ કટુ હતો. જીવન એકમાત્ર પીડા હતું.
અનંતનું લક્ષ્ય એક જ હતું. રિક્ત બનવું.... ખાલી થઈ જવું. ‘અપૂર્ણ: પૂતનેતિ!” અપૂર્ણ-ખાલી પૂર્ણતા પામે છે! તૃપા, કામના, સ્વપ્નો, રતિઅરતિથી રિક્ત બનવું. વ્યક્તિત્વને મરવા દેવું. વ્યક્તિત્વનું અસ્તિત્વ જ મિટાવી દેવું. રિક્ત હૃદયની શાંતિ અનુભવવી. વિશુદ્ધ વિચારોને અનુભવવા; આ જ એનું લક્ષ્ય હતું. જ્યારે સ્વ પર સાર્વત્રિક વિજય પ્રાપ્ત થશે અને તે મૃત્યુ પામશે. જ્યારે સઘળી વાસનાઓ અને કામનાઓ શાંત થઈ જશે ત્યારે જ આત્માના અસ્તિત્વનો વિજય થશે.
તેણે વાસનાઓ અને કામનાઓ પર વિજય મેળવવા દેહદમનનો માર્ગ અપનાવ્યો. પીડા અને તાપથી ઊભરાતાં સૂર્યનાં ઉગ્ર કિરણોમાં અનંત મનપણે ઊભો રહેતો. જ્યાં સુધી પીડા અને તૃષાનો અનુભવ શમી જાય ત્યાં સુધી ઊભો રહેતો, વરસતા વરસાદમાં ઊભો રહેતો. તેના ખભા અને પગ થીજી જાય ત્યાં સુધી તે શાંત અને સ્થિરપણે ઊભો રહેતો. તે મૌનપણે કાંટાઓ ઉપર દબાઈને બેસતો. તેની કોમળ ત્વચામાંથી રક્ત ટપકતું હતું, ચાંદાં પડતાં હતાં છતાં અનંત ટટ્ટાર અને સ્થિર રહેતો. તીવ્ર વેદના સહન કરતો હતો. આ રીતે વિવિધ પ્રકારે દેહદમન કર્યા પછી, પોતાના શ્વાસોચ્છવાસને થંભાવવાનું શીખી ગયો. ઓછા થાસે ચલાવતાં શીખી ગયો. શ્વાસને અંદર લેતાં પોતાના હૃદયના
For Private And Personal Use Only