________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનંત અને અમર
૨૫૦
અનંત પોતાના ઘરે આવ્યો. પિતાના ખંડમાં પ્રવેશ્યો. પિતાએ પૂછ્યું ‘અનંત તું છે? તો બોલ, તારા મનની વાત કહે!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પિતાજી, તમારી આજ્ઞા હોય તો હું આવતીકાલે તમારું ઘર છોડી શ્રમણસંઘમાં ભળવા ઇચ્છું છું. હું શ્રમણ બનવા માગું છું. મને શ્રદ્ધા છે કે મારા પિતા આનો વિોધ નહીં કરે.'
=
આખી રાત પિતાના ખંડમાં અનંત ઊભો રહ્યો. પ્રભાતનું પ્રથમ કિરણ ખંડમાં પ્રવેશ્યું. શ્રાવક પિતાએ જોયું કે અનંતના ઢીંચણ આછા થરથરતા હતા. પણ એની મુખમુદ્રા ૫૨ લગીરે ધ્રુજારી ન હતી. તેનાં નેત્રો દૂર દૂર નિહાળતાં હતાં. પિતાને સમજાયું કે ‘અનંત હવે એમની સાથે આ ઘરમાં ઝાઝો સમય રહી શકશે નહીં...' પિતાએ અનંતના ખભાને સ્પર્શ કરીને કહ્યું :
‘તું જંગલમાં જઈ શ્રમણ બનજે. ત્યાં તને પરમ સુખ પ્રાપ્ત થાય તો પાછો આવી મને તેનો બોધ કરજે. ત્યાં હતાશા પ્રાપ્ત થાય તોયે પાછો આવજે. હવે જા, તારી માતાને વંદન કર અને તેને પણ કહેજે કે તું ક્યાં જાય છે.'
પોતાના પુત્રના ખભા પરથી તેમણે હાથ ઉઠાવી લીધો અને બહાર ગયા. અનંત અસ્થિર બન્યો. તેણે પોતાની જાતને નિયંત્રણમાં રાખી, પિતાને વંદન કર્યાં અને માતા પાસે જઈ માતાના ચરણોમાં પ્રણામ કર્યા.
‘દોસ્ત, તું આવ્યો ખરો! અનંતે સ્મિત વેર્યું. ‘હું આવ્યો છું.’ અમર બોલ્યો.
સંવેદનાશૂન્ય પગ સાથે તેણે વહેલી સવારે નગરને ધીરે ધીરે છોડયું, ત્યારે છેલ્લા મકાનમાંથી એક નમેલા - વળેલા પડછાયાએ દેખા દીધી. તે અમર હતો.
For Private And Personal Use Only
[૨]
તે દિવસે સંધ્યાકાળે તે બંને મિત્રો શ્રમણસંઘની પાસે પહોંચી ગયા. તેમણે તાપસ મહાશ્રમણ પાસે રહેવાની, આરણ્યક શ્રમણસંઘમાં રહેવાની યાચના કરી. બંનેને સ્વીકૃતિ અપાઈ. અનંતે પોતાનાં વસ્ત્રો માર્ગ પર ઊભેલા એક દીન બ્રાહ્મણને આપી દીધાં. તેણે આરણ્યક શ્રમણનાં કાપાયિક વસ્ત્રો ધારણ કર્યાં, અમરે પણ કાપાયિક વસ્ત્રો પહેરી લીધાં, એક લંગોટી ને એક ઉત્તરીય
વસ્ત્ર.