________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
અનંત અને અમર નથી. તે વિચાર કે ચેતના નથી. તો પછી તે છે ક્યાં? આત્મા ભણી ગતિ કરવા અન્ય કોઈ માર્ગ છે, જે શોધવો જ જોઈએ. કોઈએ હજુ સુધી મને તે માર્ગ દેખાડ્યો નથી, કોઈ તે જાણતું ય નથી! ન પિતા, ન સાધુઓ, ન શાસ્ત્રો જાણે
શ્રાવકો અને સાધુઓ શાસ્ત્રો જાણે છે. સૃષ્ટિનું સર્જન, વાણીનો ઉદ્દભવ, અન્ન, શ્વાસોચ્છુવાસ, ઇન્દ્રિયરચના.. દેવપૂજા આદિ અસંખ્ય વસ્તુઓનું પ્રચંડ જ્ઞાન છે, પણ તેમને મહત્ત્વની એકમેવ આત્મતત્ત્વનું જ્ઞાન નથી, તો પછી બીજું બધું જાણવાનો શો અર્થ? શાસ્ત્રોના અનેક શ્લોકો અને વિશેષતઃ આચારાંગ, સૂયગડાંગ આદિ શાસ્ત્રો તો આત્મતત્ત્વની વાત કરે છે. તમારો આત્મા જ સમગ્ર વિશ્વ છે.”
શાસ્ત્રોમાં શ્લોકોમાં અદ્દભુત શાણપણ દેખાય છે. મધમાખીઓએ સંગૃહીત કરેલા વિશુદ્ધ મધુ જેવી મધુર ભાષામાં અહીં આચાર્યોએ સમ્યગૂજ્ઞાનનાં અજવાળાં પાથર્યા છે. ના, સુજ્ઞ આચાર્યોની પેઢી દર પેઢીએ સંચિત કરેલા અને રક્ષિત કરેલા આ અતિવિશાળ જ્ઞાનરાશિ પ્રાપ્ત કરવામાં જ નહીં, પણ તેને અનુભવવામાં સફળ થયેલા શ્રમણો, યોગીઓ, આચાર્યો, પ્રજ્ઞાપુરુષો ક્યાં છે? આત્માની ઉપલબ્ધિ પામી તેને ચેતનામાં, જીવનમાં, સર્વત્ર વાણી તથા આચારમાં જાળવી રાખનારા દીક્ષિતો ક્યાં છે?
અનંત પ્રતિષ્ઠિત શ્રાવકોથી પરિચિત હતો. સૌથી વિશેષ તો તેના પિતાથી કે જેઓ પવિત્ર, વિદ્વાન અને સન્માનનીય હતા, તેમનાથી પરિચિત હતો. તેના પિતા પ્રશંસનીય વ્યક્તિ હતા. તેમનો વ્યવહાર શાંત-ઉદાત્ત હતો. તેમણે પવિત્ર જીવન ગાળ્યું હતું. તેમના શબ્દોમાં શાણપણ હતું. તેમના મન-મસ્તિષ્કમાં સુંદર ઉદાત્ત વિચારો રહેતા. છતાં તેઓ શું પરમસુખે જીવતા હતા? તેમને શાન્તિનો અનુભવ થતો હતો? શું તેઓ અતૃપ્ત સાધક ન હતા? શું તેઓ સાધુ પાસે, શાસ્ત્રો પાસે, તીર્થો પાસે, ક્રિયાકાંડ પાસે અને સાધુઓનાં વ્યાખ્યાનો પાસે નહોતા જતા? શા માટે તેમણે – એક નિષ્કલંક પિતાએ પોતાનાં પાપ ધોવાં પડે અને રોજ પોતાની જાતને સ્વચ્છ કરવાનો નવેસરનો પુરુષાર્થ કરવો પડે? તો શું તેમની ભીતરમાં આત્મા ન હતો? શું તેમના હૃદયમાં તેની ગંગોત્રી વહેતી ન હતી? મનુષ્ય પોતાના સ્વમાં જ ગંગોત્રી શોધવી જોઈએ. વ્યક્તિ પાસે તે હોવી જોઈએ. એ સિવાય તો બધું જ ચકરાવો! અને ભુલભુલામણી!
આ હતી અનંતની વિચારધારા. આ હતી તેની તૃષા. આ હતો તેનો વિષાદ.
For Private And Personal Use Only