Book Title: Lay Vilay Pralay
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 278
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ અનંત અને અમર વરણી કરી લીધી છે. તે પંથને તે અંત સુધી વળગી રહે અને તને મુક્તિની પ્રાપ્તિ થાઓ.” એક ક્ષણમાં જ અમરને સમજાઈ ગયું કે તેનો મિત્ર હવે તેને છોડી રહ્યો છે અને તે રડી પડ્યો, “અનંત..' તે કરુણ સ્વરે બોલ્યો ને અનંતના ખભે પોતાનું માથું મૂકી દીધું. અનંતે પ્રેમભર્યા વેણ ઉચ્ચાર્યો : “અમર, ભૂલીશ નહીં, હવે તું વર્ધમાનના સાધુસંઘમાંનો એક છે. તેં ઘરબાર અને માતા-પિતાને ત્યજ્યાં છે. કુટુંબ અને સંપત્તિ પણ ત્યજ્યાં છે. તે તારી પોતાની ઇચ્છા ત્યજી છે. મૈત્રી પણ તેં જ છોડી છે. અમર! આવતી કાલે હું તને છોડીને ચાલ્યો જઈશ.' લાંબા સમય સુધી બંને મિત્રો ગુણશીલ ચૈત્યના વિશાળ વનમાં ફર્યા. તેઓ ઊંધી શક્યા નહીં. અમરે વારંવાર અનંતને પૂછયું કે એ શા માટે વર્ધમાનના બોધને અનુસરતો નથી? તે બોધવચનોમાં તેને ક્યા દોષો લાગ્યા? પરંતુ દરેક વખતે અનંતે તેની વાત ઉડાવીને કહ્યું : “શાન્ત થા અમર, પરમ તેજસ્વી વર્ધમાનનાં બોધવચનો અતિ સુંદર છે. હું તેમાં દોષ કેમ કાઢી શકું?' પ્રભાતે અમર શ્રમણસંઘમાં ચાલ્યો ગયો. અનંત ઊંડા વિચારમાં લીન બની ઉપવનમાં આંટા મારતો હતો. તેને ભગવાન વર્ધમાનને મળવું હતું અને તેમની સમક્ષ પોતાના વિચારો સંનિષ્ઠાપૂર્વક પ્રગટ કરવા હતા. વર્ધમાનના એક શિષ્ય દ્વારા અનંત ભગવાનને મળ્યો. વર્ધમાનના ભાવોમાં સંપૂર્ણ સારપ અને શાંતિ વ્યક્ત થતી હતી, એટલે અનંતે સાહસ એકઠું કરી તેમની સાથે સંભાષણ કરવાની સંમતિ માગી. પ્રભુએ સંમતિ આપી. અનંતે વિનય-વિવેકભરી વાણીમાં કહ્યું : “હે પરમ તેજસ્વી! આપનો અલૌકિક બોધ સાંભળવાનો આનંદ મને ગઈ કાલે મળ્યો. આપને સાંભળવા હું મારા મિત્ર સાથે દૂરથી આવ્યો હતો. હવે મારો મિત્ર તો આપના શ્રમણસંઘમાં રહેવાનો છે. તેણે તેની નિષ્ઠા આપને સમર્પિત કરી છે. હે પરમ તેજસ્વી! મારે મારી યાત્રા ચાલુ જ રાખવી છે. પણ મારા વિચારો સંનિષ્ઠાપૂર્વક આપ સમક્ષ પ્રગટ કર્યા વિના આપનાથી છૂટો પડવા ઇચ્છતો નથી. હે પૂર્ણપુરુ૫, બીજી બધી વાતો બાજુએ મૂકીને પણ આપના બોધની એક વાતની હું પ્રશંસા કરું છું. બધું જ સંપૂર્ણ, સ્પષ્ટ અને અનુભૂત છે. આપે વિશ્વને સંપૂર્ણ, અખંડ... શાશ્વત પરંપરા રૂપે, કાર્યકારણથી સંકળાયેલી પરંપરા રૂપે બતાવ્યું. આટલી સ્પષ્ટતાથી કોઈએ ક્યારેય આવું પ્રતિપાદન કર્યું નથી. આવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283