Book Title: Lay Vilay Pralay
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 282
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ અનંત અને અમર તેને વર્ધમાનના શબ્દો સંભળાયા : “તપસ્વી, શ્રમણ! આત્માનુભવ, ચિદાનંદની પ્રાપ્તિ મનના વિચારોથી નથી મળતી, મનને મારી નાંખવાથી મળે છે... રાગદ્વેષ વિના જ્યારે તું આ વિશ્વને જોઈશ ત્યારે આ વિશ્વ તને પૂર્ણ લાગશે. તને પૂર્ણાનન્દની પ્રાપ્તિ થશે!' 'सच्चिदानंदपूर्णेन पूर्णं जगदवेक्ष्यते!' સચ્ચિદાનંદથી પૂર્ણ આત્મા જગતને પૂર્ણ નિહાળે છે!” અનંતનું મન શાન્ત થયું. વિચારોના આંધી-તોફાન શમી ગયાં. સમત્વના અમૃતથી તેનો “સ્વ” પ્લાવિત થયો. લય-વિલય અને પ્રલયની તન્મયતા લાગી ગઈ. ૦ ૦ ૦ રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં શ્રમણ ભગવાન વર્ધમાન સ્વામીએ સમવસરણમાં ઘોષિત કર્યું : “હે મહાનુભાવો! અહીં આવીને, મને મળીને અરણ્યમાં ગયેલા આરણ્યક શ્રમણ અનંત, વીતરાગ બન્યા છે, તેમને કેવળજ્ઞાન પ્રગટ્યું છે!” પર્ષદામાં બેઠેલા અમર શ્રમણ હર્ષાવેશથી ઊભા થઈ, રજોહરણ બે હાથમાં લઈ નાચી ઊઠ્યા... “અનંત! મારા પ્રાણ! મારા મિત્ર! તું તારા ધ્યેયને આંબી ગયો... ખરેખર, હું તારાથી એક ડગલું પાછળ જ રહ્યો! હે મિત્ર... હવે હું તારી પાસે જ આવું છું!' પરંતુ ભગવાને અમરના ભાવ જાણ્યા અને કહ્યું : “અમર! ઓ શ્રમણ! તારો એ મિત્ર અહીં આવી જ રહ્યો છે! જાઓ, એનું ગુણશીલના પ્રવેશદ્વારે સ્વાગત કરો!” સંપૂર્ણ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 280 281 282 283