________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨. અનંત અને અમને (મારું એક સ્વપ્ન: એક ભાવ-યાત્રા)
[૧]
ગૃહની છાયામાં, પાસેના સરિતાતટ પરના તડકામાં, પાંડુર જંગલ તથા અંજીરવૃક્ષની છાંયમાં રૂપવાન અનંત, તેના મિત્ર અમર સાથે મોટો થતો હતો. સરિતાતટે, પવિત્ર મંદિરોના રંગમંડપોમાં, પવિત્ર ધર્માનુષ્ઠાનોની વેળાએ સૂર્ય તેના પાતળા ખભાઓને ઘઉવર્ણા કરતો. આમ્રકુંજોમાં રમતાં રમતાં તેનાં નેત્રો પરથી પડછાયાઓ પસાર થતાં.
જ્યારે એના પિતા ગૃહમંદિરમાં પ્રભુપૂજા કરતા ત્યારે એની માતા મધુર સ્વરે પરમાત્મસ્તોત્ર ગાતી. સાધુઓનાં સંભાષણોમાં અનંત હંમેશાં ભાગ લેતો. મિત્ર અમર સાથે તત્ત્વો અંગે વાદ-વિવાદ પણ કરતો અને તેની સાથે ધ્યાન તથા ચિંતન-મનન પણ કરતો. તે શ્વાસોચ્છવાસ સાથે ચતુર્વિશતિસ્તવ'નું ઉચ્ચારણ કરતો. તેનું ભાલ વિશુદ્ધ આત્માના તેજથી ઝળહળતું હતું. પરંતુ હજુ સંપૂર્ણ વિશ્વ સાથે એકરૂપ અવિનાશી આત્માને અનુભવી શક્યો ન હતો. આત્માના અસ્તિત્વની વાતો તેણે સાંભળી હતી. આત્માના સ્વરૂપની ચર્ચાઓ પણ સાંભળી હતી.
તેના પિતાનું હૃદય પુત્રને બુદ્ધિશાળી તથા જ્ઞાનોત્સુક જોઈને પ્રસન્ન થતું હતું. તેઓ પુત્રને મહાવિદ્વાન અને શ્રાવકશ્રેષ્ઠ તરીકે ઊછરતો જોતા હતા. તેની માતા તેને જ્યારે ચાલતો, બેસતો, ઊઠતો નિહાળતી ત્યારે તેની છાતી ગર્વથી છલકાતી. સશક્ત, સુંદર, ચપળ અને ચતુર અનંત સંપૂર્ણ વિનયથી માતાનું અભિવાદન કરતો.
ઉન્નતભ્ર, રાજવી-શાં નેત્રો અને નમણી કાયાવાળો અનંત જ્યારે નગરના રાજમાર્ગો પરથી પસાર થતો ત્યારે યુવાન કન્યાઓનાં હૃદયમાં સ્નેહ હલબલી ઊઠતો. તેનો મિત્ર અમર તેને કોઈનાય કરતાં સવિશેષ ચાહતો હતો. તે અનંતનાં નેત્રોને, સુસ્પષ્ટ સ્વરને ચાહતો. તે તેની ચાલવાની છટાને, હલનચલનની મોહક્તાને ચાહતો, તે અનંતના બધા જ વાણી-આચારને ચાહતો. સવિશેષ તો તે તેની બુદ્ધિને, તેના ભવ્ય, ઉષ્માભર્યા વિચારોને, તેના દૃઢ મનોબળને તેના ઉદાત્ત વ્યવહારને ચાહતો. અમર જાણતો હતો કે અનંત
For Private And Personal Use Only