Book Title: Lay Vilay Pralay
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 263
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૪૫ શ્રમણ જ હતા. ભાવસાધુતા પ્રાપ્ત થઈ ગઈ હતી અને આત્મચિંતનના લયની આરાધના તેઓ સર્વાર્થસિદ્ધ નામના દેવલોકમાંથી લઈને આવ્યા હતા. એટલે લયથી પ્રકૃષ્ટ લય સુધી પહોંચવામાં તેમને વાર ન લાગી. મનુષ્ય કોઈપણ મોક્ષયોગમાં લય પામી જાય તો મુક્તિ સહજ છે! - તમે તત્ત્વચિંતનમાં લય પામી શકો, - તમે પરમાત્માની ભક્તિમાં લય પામી શકો, - તમે ગુરુસેવામાં, ગ્લાનસેવામાં લય પામી શકો, - તમે જ્ઞાનોપાસનામાં લય પામી શકો. -- ધ્યાન તો લયની જ સાધના છે! ધ્યાન એક જ રહેવું જોઈએ કે કોઈ કષાય-અસુર તમારા લયને તોડી ના જાય. કોઈ ઇન્દ્રિયોનો ઉન્માદ તમારા લયને ભાંગી ન જાય. - એક અદ્ભુત ઘટના જોવાથી - એક અપૂર્વ ઘટના સાંભળવાથી - એક અલૌકિક ઘટના વાંચવાથી જો લય લાગી જાય! આત્માનુભવ થઈ જાય, ત્રણે યોગો સ્થિર થઈ જાય.. તો કેવળજ્ઞાન હથેળીમાં છે! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283