________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
અનંત અને અમર
ધબકારા કેમ શાન્ત કરવા, કેમ ઓછા કરવા, તે શીખી ગયો. એટલે સુધી કે એકેય ધબકારો ન રહે, છતાં જીવી શકાય, તે શીખી ગયો.
દેહદમન, શ્વાસોચ્છવાસ-નિયંત્રણ કર્યા પછી મહાશ્રમણની આજ્ઞાથી અનંતે ધ્યાનનો માર્ગ લીધો. આ રીતે શ્રમણો પાસેથી ઘણું બધું શીખ્યો. સ્વવિલોપનના અનેક માર્ગો તે શીખ્યો. પીડા દ્વારા, સ્વૈચ્છિક યાતના અને પીડા પરના વિજય દ્વારા ક્ષુધા, તૃષા અને પરિશ્રમ દ્વારા દેહદમનના માર્ગે પ્રવાસ કર્યો. ધ્યાન દ્વારા મનની સર્વે આકૃતિઓને ઠાલવી દઈને મનોનિગ્રહના માર્ગે પ્રવાસ કર્યો. અનેક દિવસો સુધી તે ‘સ્વ’ને ભૂલીને જાણે આત્માનું અસ્તિત્વ જ નથી એવી સ્થિતિમાં રહ્યો. આત્માથી જાણે એ દૂર દૂર જતો હોય તેમ તેને લાગ્યું.
તેની સાથે જ તેનો મિત્ર અમર, તેના પડછાયાની જેમ રહેતો. તે પણ એ જ માર્ગે પ્રવાસ કરતો હતો. તેવો જ પુરુષાર્થ કરતો હતો. તેમની સેવા અને સાધનાની અનિવાર્યતા સિવાય ભાગ્યે જ તે બંને વાતો કરતા! હા, ક્યારેક ભિક્ષા લેવા તે બે સાથે ગામમાં જતા.
એક દિવસ ભિક્ષા માટે ગામમાં જતાં અનંતે અમરને પૂછ્યું : ‘તું શું માને છે અમર? તને લાગે છે કે આપણે આત્મા તરફ પ્રગતિ કરી રહ્યા છીએ? આપણે આપણું ધ્યેય પામી શક્યા છીએ?'
અમરે કહ્યું : ‘આપણે થોડુંઘણું પામ્યા છીએ અને પામીશું. પણ અનંત! તું મહાન શ્રમણ થશે! પ્રત્યેક વિદ્યા તું જલદી ગ્રહણ કરે છે. વૃદ્ધ શ્રમણો વારંવાર તારી પ્રશંસા કરે છે! કોક દિવસ તું ઋષિ-મહર્ષિ બનીશ, અનંત!’
અનંતે કહ્યું : 'મને એવું લાગતું નથી મારા મિત્ર! અત્યારસુધી શ્રમણો પાસેથી હું જે શીખ્યો છું તે હું વધુ સરળતાથી વેશ્યાગૃહોમાંથી, જુગા૨ીઓ પાસેથી અને દારૂડિયાઓ પાસેથી શીખી શક્યો હોત!'
અમરે કહ્યું : ‘અનંત, તું મજાક કરે છે. ધ્યાન, પ્રાણાયામ, દેહદમન, મનોનિગ્રહ ... અનાસક્તિ... આ બધું તું એ દુષ્ટો પાસેથી કેવી રીતે શીખ્યો હોત?’
અનંતે મૃદુ સ્વરમાં કહ્યું : ‘મિત્ર, ધ્યાન એટલે શું? દેહદમન એટલે શું? અનશન એટલે શું? પ્રાણાયામ એટલે શું? આ બધું તો શારીરિક-માનસિક યાતનાઓથી છૂટવાનો ક્ષણિક પલાયનવાદ છે. જીવનની પીડા અને મનની અશાન્તિનું ક્ષણિક ઉપશમન છે.
શરાબી શું કરે છે? તે શરાબના બે-ચાર પ્યાલા પી જાય છે... એ એનું
For Private And Personal Use Only