________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
અનંત અને અમર વહેતી થઈ હતી. તેમણે મોહ પર વિજય મેળવ્યો છે, અનેક દેવો તેમની વાણી સાંભળે છે.
વર્ધમાન અંગેની વૃત્તાંત અનંતને આકર્ષક લાગ્યો. આ વૃત્તાંતોમાં કશુંક ચમત્કારિક હતું. જગત ષ્ણ છે. જીવન વિકટ છે. અને ત્યારે એક નવી આશા પ્રગટી હતી. લોકોએ આશાની અનુભૂતિ કરી. આ વૃત્તાંત અરણ્યમાં શ્રમણ-તાપસોના કાને પહોંચ્યો. અનંત અને અમરે થોડી વાતો તો સાંભળી હતી, પરંતુ તેઓ મૌન રહ્યા, કારણ કે વૃદ્ધ શ્રમણ-તાપસને વર્ધમાન પ્રત્યે કોઈ પક્ષપાત ન હતો.
અમરે અનંતને કહ્યું : “અનંત, આજે હું ભિક્ષાર્થે પાસેના ગામમાં ગયો હતો. ત્યાં એક બ્રાહ્મણે મને આવકાર આપ્યો. તેના ઘરમાં રાજગૃહીથી આવેલો એક બ્રાહ્મણપુત્ર હતો. તેણે સગી આંખે વર્ધમાનને નિહાળ્યા હતા, અને ધર્મોપદેશ આપતા સાંભળ્યા હતા. સાચે જ, મનેય ઝંખના જાગી અને મેં વિચાર્યું - “તે પૂર્ણપુરુષના બોધને સાંભળી શકીએ તે દિવસ જોવા હું અને અનંત બંને જીવતા રહીએ!” મિત્ર, આપણે ત્યાં જઈને વર્ધમાનના અધરો પરથી નીતરતો બોધ-ઉપદેશ ન સાંભળી શકીએ?'
અનંતે કહ્યું : “મેં તો એમ જ માન્યું હતું કે અમર શ્રમણ-તાપસો સાથે રહેશે! સાઠ-સિત્તેર વર્ષના વૃદ્ધ થઈને પણ શ્રમણબોધ્યાં વિદ્યા અને યોગ આચરવાનું તારું લક્ષ્ય હશે. પણ હું અમરને કેટલું ઓછું ઓળખતો હતો? તેના હૃદયમાં શું ભર્યું છે, તેના વિશે હું કેટલું ઓછું જાણતો હતો? હવે મિત્ર, નવી કેડીએ પ્રસ્થાન કરવાની અને વર્ધમાનનો બોધ સાંભળવાની તારી ઇચ્છા
અમરે કહ્યું : “અનંત, તને વર્ધમાનનો બોધ સાંભળવાની ઝંખના નથી જાગતી? ઇચ્છા નથી થતી? અને તે મને એકવાર નહોતું કહ્યું : હવે હું ઝાઝીવાર આ શ્રમણ-તાપસોની સાથે નહીં રહું?'
અમર, મેં બીજી વાત પણ કહી હતી કે મને આ બોધમાં કે પાંડિત્યમાં શ્રદ્ધા નથી. તે છતાં, આ નૂતન બોધ સાંભળવા હું તૈયાર છું.”
અનંત, તે સંમતિ આપી, તેથી હું પ્રસન્ન છું.' તે જ દિવસે અનંતે સૌથી વૃદ્ધ તાપસને, પોતાનો ને અમરનો નિર્ણય જણાવ્યો. નમ્રતા અને વિવેક સાથે વૃદ્ધ તાપસને વાત કરી. પરંતુ આ બે યુવાને પોતાને છોડીને ચાલ્યા જવા માગતા હતા તેથી તે વૃદ્ધ રોષે ભરાયા.
For Private And Personal Use Only