________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
લય-વિલય-પ્રલય
શ્વેત પક્ષી એટલે વિશુદ્ધ આત્માનુભવ! એને જોવા માટે, એને મેળવવા માટે ઘોર પુરુષાર્થ કરવો પડે. વીરતાપૂર્વક ઝઝૂમવું પડે. કષ્ટો, વિનો... આપત્તિઓના પહાડો ઓળંગવા પડે. આ બધું કરવામાં શરીર વૃદ્ધ પણ થઈ જાય, છતાં એની વીરતા, એની સાત્વિકતા એને પાછા ફરવા ન દે! ભલે મોતને ભેટવું પડે પણ લક્ષ્યને પાર પાડ્યા વિના ન જંપે!
છેવટે મરણાસન્ન શિકારીના શરીર પર પેલું શ્વેત પક્ષી આવીને બેઠું! શિકારીનું ત્યારનું સુખ કેવું હશે?
જિન હી પાયા તિન હી છિપાયા, ન કહે કોઈ કે કાનમાં!' અવર્ણનીય, શબ્દાતીત એ સુખ મોક્ષસુખનું સેંપલ જ સમજો!
0 0 0. હવે આપણે એ પરમતત્ત્વ કે જે વિશુદ્ધ આત્મા છે. તે અંગે વિશેષ ચિંતન કરીએ.
એક ઋષિ કહે છે : એ પરમતત્ત્વ સર્વવ્યાપી છે, પ્રકાશિત છે, અશરીરી છે. ક્ષતિ વગરનું, શિષ્ટાઓ વગરનું શુદ્ધ, નિષ્પાપ છે. એ કવિ છે, મનીષી છે. સર્વવ્યાપી છે, સ્વયંભૂ છે. અને શાશ્વતું કાળમાટે સર્વ પદાર્થોનું યથાર્થ અવલોકન કરનારું છે.
આમાં પ્રયોજાયેલો પ્રત્યેક શબ્દ બીજરૂપ છે. શબ્દો ટૂંકમાં બહુ મોટી વાત કહી દે છે. આમાં કવિતાનું લાઘવ છે અને શબ્દબ્રહ્મનો અનર્મલ વૈભવ છે. કષિ પોતાના અંતર્બોધને આપણી સમક્ષ એવી રીતે પ્રગટ કરે છે કે જાણે દૂરથી દીવો ધરીને આપણને દિશા બતાવી રહ્યા છે. એ દીવો દિશા જરૂર બતાવે, પરંતુ એના ભણી ચાલતી વખતે સાધનાપથ પર તો આપણા આંતરદીપની જ જરૂર પડવાની.
મુનિની બ્રહ્મદશાનાં ચાર લક્ષણો વૈદિક ધર્મમાં બતાવેલાં છે :
For Private And Personal Use Only