________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૫૧ તું તો સહજ શક્તિ પ્રગટે, ચિદાનંદ કી મૌજે!' મને ખ્યાલ આવી ગયો! ચિદાનંદની મોજ આવી જવી જોઈએ. ચિદાનંદનો વિશિષ્ટ લય (વિ-લય) લાગી જવો જોઈએ. એ લાગી જાય એટલે તું ચૈતન્ય) સહજભાવે પ્રગટ થઈ જાય છે. તું સહજ રીતે દર્શન આપે છે!
ચિદાનંદની મસ્તીમાં ઝૂમતા એ ઋષિ ગાય છે : ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુમ સમકિત (સમતા) દાન મેં, “પ્રભુગુણ અનુભવ રસ” કે આગે, આવત નહીં કોઈ માનમેં..હમ
પ્રભુ ગુણ-અનુભવ-રસ' એટલે આત્માનુભવનો લય! આત્માનુભવરૂપ પ્ર-લય! પ્રકૃષ્ટ લય! આવો લય પ્રગટી ગયા પછી કઈ વાતની દીનતા રહે? હા, દીનતા હતી.. પરમાત્માની સામે એ દીનતા નિખાલસ હૃદયથી એમણે વ્યક્ત પણ કરી હતી... એક કાવ્યમાં એમના ઉદ્દગારો આ પ્રમાણે છે : જિઉ લાગી રહ્યો પરભાવમેં સહજ સ્વભાવ લિખે નહીં આપનો, પરિયો મોહ કે દાવ મેં. જિઉ. વિંછે મોક્ષ કરે નહીં કરની, ડોલત મમતા-વાઉ મેં, ચહે અંધ જિઉ જલનિધિ તરવા, બેઠો કાણી નાઉ મેં... અરતિ-પિશાચી પરવશ રહેતો ખિન હું ન સમર્યો આઉ મેં.. આપ બાય સક્ત નહીં મૂરખ, ઘોર વિષય કે રાઉ મેં... પૂરવ પુણ્ય ધન સબ હી ગ્રસત હે, રહત ન મૂળ વટાઉ મેં, તામેં તુજ કેસે બન આયે નય-વ્યવહાર કે દાઉં મેં.. જિઉ એટલે જીવ. પરભાવ એટલે પુગલભાવ. વૈષયિક-ભાવ. કવિ કહે છે: મારો જીવ પરભાવમાં રમી રહ્યો છે, પોતાનો સહજ આત્મભાવ ભૂલીને મોહના દાવમાં ફસાયો છે. મોહની સાથે રમતો રહે છે ને હારતો રહે છે. મોહના દાવ સીધા પડે છે. જીવનાં ખીસાં ખાલી થાય છે. સર્વસ્વ હારી જાય છે... ભલેને એ મોક્ષની વાતો કરે, પણ મોક્ષ તરફ એનો એક પગ પણ પડતો નથી. ઇન્દ્રિયોના વિષયોનું મમત્વ એના હૃદયમાં ભર્યું છે. જેમ આંધળો માણસ સાગર તરવા કોઈ કાણી નાવમાં બેસે... તો એ તરે નહીં પણ ડૂબે. વૈષયિક મમતા જીવને ભવસાગરમાં ડુબાડે છે.
For Private And Personal Use Only