Book Title: Lay Vilay Pralay
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 237
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૧૯ બીજી બાજુ રાજાની પટ્ટરાણીના મનમાં પણ ઊથલ-પાથલ ચાલી રહી હતી. રાજાને નટી તરફ મોહિત થયેલો રાણીએ જોયો હતો. એના મનમાં રાજા પ્રત્યે વિરક્તિનો ભાવ પ્રગટ્યો. તેણે વિચાર્યું : “મારા જેવી રૂપવતી રાણી હોવા છતાં, નીચ જાતની નદીને મોહી પડ્યો! કેવા પ્રબળ વિષયવિકારો છે? આ વિષયવિકારો આ ભવ અને પરભવ, બંને ભવ બગાડે છે. હું રાજાનો દોષ જોતી નથી. મોહની વિટંબણા આવી જ હોય છે. હું માનું કે “રાજા મારા ધણી છે, હું રાજાની છું....” પણ આ ખોટું છે. હે જીવ, આ સંસારમાં કોઈ તારું નથી. કોણ રાજા ને કોણ રાણી? કોઈ કોઈનું નથી આ દુનિયામાં. ધિક્કાર હો મોહમાયાને, ધિક્કાર હો વિષયવાસનાને. આ સંસાર ખરેખર અસાર છે... સંસારવનમાં દાવાનળ સળગી રહ્યો છે. સંસારના રણપ્રદેશમાં માત્ર મૃગતૃષ્ણા જ દેખાય છે. લોભનો દાવાનળ અને વિષયતૃષ્ણાની મૃગતૃષ્ણા. લોભનો દાવાનળ કદી બુઝાતો નથી. - સંસારમાં ડગલે ને પગલે મોહની સતામણી થાય છે. - સંસારમાં પાર વિનાના ભયો રહેલા છે. - સંસારના બધા જ સંબંધો ફાલતુ છે. - સંસારમાં ડગલે ને પગલે પરેશાની અને પરાભવ હોય છે. - સંપત્તિમાં ગર્વ અને દરિદ્રતામાં દીનતા હોય છે. - સંસારમાં કર્મોની પરવશતા હોય છે. - જનમે-જનમે નવાં નવાં રૂપ ધારણ કરવાં પડે છે. હવે સંસારથી સમ્... હવે તો આત્માને પરમાત્મા બનાવવો છે. આત્માનું પરમ સુખ પ્રાપ્ત કરવું છે... આત્મા... આત્મા.... આત્મા.. લય લાગી ગયો. પ્રકૃષ્ટ લય લાગી ગયો. આત્માનુભવનો ચિદાનંદ પ્રાપ્ત થઈ ગયો. રાણીને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. તે વીતરાગ, સર્વજ્ઞ બની ગયાં. શાસનદેવી પ્રગટ થયાં. રાણીને સાધ્વીનો વેશ આપ્યો. સ્વર્ણકમળની રચના કરી, કેવળજ્ઞાની સાધ્વી કમળ પર આરૂઢ થયાં. દેવ-દેવીઓએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. બેનાતટ નગરનાં હજારો સ્ત્રી-પુરુષો પોતાનાં રાજા-રાણીનાં કેવળજ્ઞાનને, એમની વીતરાગતાને વંદી રહ્યાં. ૦ ૦ ૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283