________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦. ફૂગડુમુદ્ધિ
રાજકુમાર લલિતાંગ સગરુના ઉપદેશથી વિરક્ત બની શ્રમણ બને છે. સંવેગ-વૈરાગ્ય અને ઉપશમભાવથી છલોછલ ભરેલા છે એ લલિતાંગ મુનિ.
ગુરુદેવની સાથે વિહાર કરે છે. પરિષહોને સહન કરે છે. જ્ઞાન-ધ્યાનમાં લીન રહે છે. ગુરુસેવા અને સંયમપાલનમાં જાગ્રત રહે છે. એક ક્ષણનો પણ પ્રમાદ નથી કરતા.
પરંતુ એક દિવસે “સુધાવેદનીય કર્મ ઉદયમાં આવ્યું. સવારે ઊઠે ને ભૂખ લાગે. જેવીતેવી ભૂખ નહીં, અસહ્ય ભૂખ! ગુરદેવને કહ્યું : “હે પ્રભો, મારાં ધોર પાપકર્મોનો ઉદય થયો છે. મને અત્યંત ભૂખ લાગે છે. હું ભૂખને વધુ સમય સહન કરી શકતો નથી. હે ગુરુદેવ, મને આજ્ઞા આપો તો પ્રભાતવેળાએ હું ભિક્ષા લઈ આવું..”
ગુરુદેવે તરત જ આજ્ઞા આપી. મુનિરાજ એક ઘડો લઈને વહોરવા જાય છે. તેઓ એવા પ્રદેશમાં હતા કે જ્યાં પ્રભાતે લોકો કૂર (ચોખા) ખાતા હતા. સવારે-સવારે ભાત રાંધે અને ખાય. મુનિરાજ ઘડામાં કૂર લાવવા લાગ્યા. પણ લુખ્ખા! એમાં ઘી કે ગોળ નંખાવતા ન હતા. ઘડો ભરીને લાવતા, ગુરુદેવને બતાવીને, બીજા સાથેના સાધુઓને પણ દૂર ગ્રહણ કરવા નિમંત્રણ આપીને પછી વાપરવા બેસતા. એક ઘડો ફૂર વાપરે ત્યારે એમની સુધા શાંત થતી.
કૂર એટલે ભાત અને ગડુ એટલે ઘડો. લલિતાંગ મુનિ કૂરગડુ મુનિના નામે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ થયા.
ભલે દૂર લાવતા હતા, પરંતુ એષણાના દોષો ટાળીને લાવતા હતા. રસનેન્દ્રિયના વિજેતા હતા એટલે બીજી સારી મીઠાઈ વગેરે ભિક્ષા મળવા છતાં નહોતા લાવતા. એમને તો માત્ર સુધાની આગ જ શાંત કરવી હતી. આગમાં તો લાકડાં ને કોલસા જ નંખાય, તેમાં ઉત્તમ વસ્તુઓ ન નખાય. મુનિરાજનો આ નિત્યક્રમ બની ગયો હતો. પ્રભાતે કૂરનો ઘડો ભરીને ભિક્ષા લાવવી, સાધુઓને વાપરવા વિનંતી કરવી, પછી વાપરવા બેસવું. રાગ-દ્વેષ કર્યા વિના, રતિ-અરતિ કર્યા વિના કૂર વાપરી જવાના! ન એ કૂરની નિંદા કે ન પ્રશંસા! ચૂપચાપ પેટને ભરી દેવાનું.
For Private And Personal Use Only