________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
ઝાંઝરીયા મુનિ મહાસાગર હતા. આપે જરાય પ્રતિકાર ન કર્યો. મૃત્યુ પૂર્વે આપના મુખ પર અભયની આભા પથરાયેલી હતી. સમતાનું અમૃત રેલાતું હતું..
આપે મારા જેવા પાપી ઉપર પણ જરાય રોષ ન કર્યો. તિરસ્કાર ન કર્યો. આપ મૌન રહ્યા... આપની ઓળખાણ પણ ન આપી... આપને દેહ પર જરાય મમત્વ ન હતું. આત્માનુભવનો પરમ લય લાગી ગયો હતો. પ્રભો, આપ અવશ્ય પૂર્ણાનંદપદ પામી ગયા હશો... આપને હું વારંવાર ખમાવું છું. આપ મને ક્ષમા આપો.
મારે પણ હવે વિષયાનંદથી સર્યું. મારે પણ હવે પૂર્ણાનન્દ પામવો છે. મારે હવે રાગ-દ્વેષનાં બંધનો તોડવાં છે. મારે રાજ્ય ન જોઈએ. મારે વૈષયિક સુખો ન જોઈએ... મારે સંસાર ન જોઈએ. હવે હું મારા આત્માને વિશુદ્ધ કરીશ. કર્મોનો નાશ કરીશ. ૦ હું એકલો છું. મારું કોઈ નથી. ૦ હું કોઈનો નથી, હું સ્વયં જ છું. ૦ હું શુદ્ધાત્મા છું... 0 શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે... 0 શુદ્ધ આત્માનુભવનો લય લાગી ગયો. જ્યારે લય પ્રકૃષ્ટ બની ગયો.. રાજાનું મોહનીય કર્મ ખરી પડ્યું. રાજા વીતરાગ બની ગયા... કેવળજ્ઞાની બની ગયા. મુનિરાજનો મૃતદેહ સામે પડ્યો છે! રાજા કેવળજ્ઞાની બને છે! દેવો ઊતરી આવે છે. રાજાને સાધુવેશ આપે છે. સ્વર્ણકમળની રચના થાય છે. દેવો ઝાંઝરીયા મુનિના દેહને ચંદનકાષ્ઠમાં અગ્નિદાહ આપે છે.
૦ ૦ ૦ ચેતન, ઝાંઝરીયા મુનિવરના આત્મજ્ઞાનનો લય ત્રંબાવટી નગરીની હવેલીમાં ન તૂટઢ્યો કે કંચનપુરના ઉદ્યાનમાં પણ લય અખંડ રહ્યો.
હવેલીમાં લયને, આત્મજ્ઞાનના વિશિષ્ટ લયને તોડનાર અસુર હતો કામદેવ! આ કામદેવે ભલભલા ઋષિ-મુનિઓના પરમલયને તોડેલા છે. પરંતુ ઝાંઝરીયા
For Private And Personal Use Only