________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૪૧ આ વાત ગુણસાગરની વાગ્દત્તા આઠ કન્યાઓના કાને ગઈ. તેઓ ભેગી થઈ. પરસ્પર વાર્તાલાપ કરી નિર્ણય કર્યો : “આપણે પરશું તો ગુણસાગરને જ. એ ગૃહવાસમાં રહેશે તો આપણે ગૃહવાસમાં રહીશું અને એ સંયમ લેશે તો આપણો પણ સંયમ લઈશું! એ જે કરે તે આપણે કરવાનું!' કન્યાઓએ પોતાનો નિર્ણય પોતપોતાનાં માતા-પિતાને જણાવી દીધો :
અમે ગુણસાગરને જ પરણાશે. એ સંયમ લેશે તો અમે પણ સંયમ લઈશું.” માતા-પિતાએ પુત્રીઓની ઇચ્છા માન્ય રાખી. શ્રેષ્ઠી રત્નસંચયને લગ્નની તૈયારી કરવા જણાવી દીધું. લગ્નોત્સવનો પ્રારંભ થયો.
ગુણસાગરને શ્રેષ્ઠ વસ્ત્રાલંકારોથી શણગારવામાં આવ્યા અને નગરના રાજમાર્ગ પર વરઘોડો નીકળ્યો; અને જ્યાં લગ્નની ચોરી બની હતી ત્યાં પહોંચ્યા.
હસ્તમિલાપનો સમય થયો. ગુણસાગરના હાથમાં આઠ કન્યાઓના હાથ મૂકવામાં આવ્યા. પુરોહિત લગ્નના મંત્રોચ્ચાર કરવા લાગ્યો. ત્યારે ગુણસાગરના ચિત્તમાં સંયમધર્મની રમણતા શરૂ થઈ ગઈ. ૦ આવતી કાલે જ સદ્ગુરુ પાસે જઈને સંયમ ધર્મ અંગીકાર કરીશ. ૦ ગુરુજનોનો વિનય કરીશ. 0 વિનયપૂર્વક શ્રુતજ્ઞાન પામીશ. o સમતારસના સરોવરમાં તરતો રહીશ. ૦ વિષય અને કષાય પર વિજય વરીશ. ૦ વિવિધ તપશ્ચર્યા કરી દેહદમન કરીશ. 0 ૪૨ દોષ ટાળીને ભિક્ષા લાવીશ. ૦ જીવન-મરણને સમાનરૂપે જોઈશ. ૦ તૃણ અને મણિમાં ભેદ નહીં જોઉં. ૦ સમતાયોગે સ્થિરતા પામી મોહનો નાશ કરીશ... અને ગુણસાગર
આત્માનુભવના ચિદાનંદમાં લીન બન્યા. ૦ લય લાગી ગયો... મન-વચન-કાયાના યોગો સ્થિર બન્યા. 0 પ્રકૃષ્ટ લયમાંથી કેવળજ્ઞાન પ્રગટયું!
For Private And Personal Use Only