Book Title: Lay Vilay Pralay
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 257
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૩૯ ઇન્દ્રભા જેવી અયોધ્યાની આ સુંદર સભા હતી, ને ઇન્દ્રરાજ જેવા તેજસ્વી આ રાજા હતા. મધુર, મનોહર અને સૌન્દર્યની પ્રતિમા જેવા રાજા પૃથ્વીચન્દ્ર હતા. તેમનો દેહ સુકોમળ હતો. સમગ્ર દેહ પર સૌમ્યતાનું એક ભવ્ય મધુર વર્તુલ રમતું હતું. એ વ્યક્તિત્વમાં સ્ત્રી-પુરુષો મુગ્ધ બનતાં હતાં. રાજા પૃથ્વીન્દ્રનાં અંગોમાં કવિતાનું સૌન્દર્ય અને અલંકારોની સુશ્રી ઊભરાતી હતી. રોમેરોમમાંથી વિરક્તિની મહેક ઊઠતી હતી. લાંબા સુંવાળા કેશ એમના પૌરુષના પ્રતાપમાં વૃદ્ધિ કરતા હતા. અને નાનાં કર્ણફૂલ એ દેહમૂર્તિને કલ્પનાની દેવમૂર્તિ જેવી મનમોહન બનાવતાં હતાં, આંખોમાં વીતરાગ જેવી કરુણા હતી. શબ્દોમાં જાણે સમતાનું ઝરણું વહેતું હતું. રાજસભા હેકડેઠઠ ભરાયેલી હતી. એક તરફ સામંતો, મહાસામતો, કોષાધ્યક્ષ અને કવિઓ બેઠા હતા. બીજી તરફ અમાત્યો, સેનાપતિઓ અને નગરશ્રેષ્ઠીઓ બેઠા હતા. એક તરફના ગોખમાં પડદા પાછળ આઠ રાણીઓ બેઠી હતી. ત્યાં રાજસભામાં “સુધન” નામના ધનાઢય વેપારીએ પ્રવેશ કર્યો. તેણે રાજા પૃથ્વીચંદ્રને લળીલળીને પ્રણામ કર્યા. “મહારાજાનો જય હો, વિજય હો!' બોલીને, એક દૃષ્ટિ રાજસભાપર નાંખી. મહારાજાએ સુધનને સુખાસન પર બેસવા ઈશારો કર્યો. સુધન સુખાસન પર બેઠા. પૃથ્વીચંદ્ર સુધનને પૂછ્યું : “હે સાર્થવાહ, તમે અનેક દેશોમાં વ્યાપારાર્થે ફરેલા છો, ઘણા દેશ જોયા છે, ઘણા માણસો જોયા છે. તેમાં તમે કોઈ મહાન આશ્ચર્યભૂત ઘટના જોઈ હોય તો કહો. આજે રાજસભામાં અમે તમારા મુખે કોઈ અવનવી સાચી ઘટના સાંભળીશું!' સાર્થવાહ સુધને ઊભા થઈ મહારાજાને પ્રણામ કરી કહ્યું : હે નરેશ્વર! આશ્ચર્યકારી ઘટનાઓ તો આ દુનિયામાં ઘણી બને છે. પરંતુ એવી ઘટનાઓ તો આપણા જીવે અનાદિ સંસારમાં ઘણી જોઈ છે. હું એવી એક તાજી ઘટના કહું છું કે જે સાંભળતાં આત્માને પરમ શાન્તિ મળે! મને કહેવામાં મજા આવશે, આપને અને સભાને સાંભળતાં સાંભળતાં અંતરમાં અવનવાં શુભ સંવેદનો જાગશે!” કહો, કહો... અવશ્ય કહો...રાજા પૃથ્વીચંદ્ર સુધનનું અભિવાદન કર્યું. ૦ ૦ ૦. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283