________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
ઇલાર્ચ કુમાર પેલી નટકન્યા?
આખી રાત ઢોલ વગાડી-વગાડીને થાકી ગયેલી એ નટકન્યા ગળામાં ઢોલ . સાથે જમીન પર જડાઈ ગઈ હતી. તેણે પોતાના પ્રાણપ્રિય પ્રિયતમ ઇલાચીને સર્વજ્ઞવીતરાગ બનેલો જોયો. દેવોએ એનું જે બહુમાન કર્યું, તે જોયું. તેના માટે આ બધું અજાણ્યું હતું. ક્યારેય નહીં સાંભળેલું, નહીં જોયેલું હતું.
તેણે રાજાને પણ, ઇલાચીની જેમ સાધુ બનેલો જોયો. એણે રાજાના મોહચાળા જોયા હતા. રાજાની આંખોમાં વિકારની જ્વાળાઓ જોઈ હતી. એ રાજા થોડા જ સમય પછી રાગ-દ્વેષ વિનાનો બની જાય, દેવો અને અભિનંદે એ બધું એને વિસ્મયકારી લાગ્યું.
અધૂરામાં પૂરું પટ્ટરાણીને પણ કેવળજ્ઞાન થયું! દેવીઓએ એને સાધ્વી બનાવીને એને સ્વર્ણકમળ પર બેસાડી.
નટકન્યાના આશ્ચર્યનો પાર ન હતો. બીજી બાજુ ઇલાચી હવે એને નહીં પરણે, એ વાતનો રંજ હતો, પરંતુ એણે એ રંજને ફેંકી દીધો અને સાચું તત્ત્વચિંતન કરવા લાગી, “મારા જ કારણે ઈલાચીએ માતા-પિતાનો ત્યાગ કર્યો. વિષયવાસના કેવી ભૂંડી છે? અને એમાં મારી આ ગોરી લાવણ્યમયી કાયા જ નિમિત્ત બની. મારા રૂપે ઘણો અનર્થ કર્યો. ઈલાચીને સન્માર્ગથી ભ્રષ્ટ કર્યો. રાજાને પણ મોહિત કર્યો. મારા નિમિત્તે આ બે મહાપુરુષો મોહવશ બન્યા હતા, તેનું પાપ તો મારે જ ભોગવવું પડશેને? ખરેખર, જે માણસો મોહ-મમતા ત્યજી સંયમ લે છે, તેઓ ધન્ય છે. હું ધિક્કારને પાત્ર છું.”
એણે મહામુનિ ઇલાચીની પ્રશાંત મુખમુદ્રા જોઈ. આંખોમાંથી વરસતું કરુણાનું ઝરણું જોયું.. “અહો! ધન્ય બની ગયા મારા પ્રીતમ! તમારો આત્મા પાપોથી છૂટી ગયો... મને પણ પાપોથી મુક્ત કરો તમારા વિના હવે આ સંસાર મારા માટે શૂન્ય છે. મને આપનાં ચરણોમાં લઈ લો.”
મન-વચન-કાયાના યોગો સ્થિર થઈ ગયા. - સમતાયોગે સ્થિર થઈ ગઈ. - મોહ તૂટ્યો, અજ્ઞાન ગયું. નટકન્યાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવીઓએ સાધ્વીવેશ આપ્યો. કેવળજ્ઞાનીનો મહિમા કર્યો.
૦ ૦ ૦
For Private And Personal Use Only