________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
ઇલાચી કુમાર આ અદ્ભુત ઘટના જોઈને રાજા સ્તબ્ધ થઈ ગયો. તેણે ઊભા થઈ કેવળજ્ઞાની ઈલાચીકુમારને વંદન કર્યા અને હૃદયમાં ભાવ પ્રગટ્યા,
મેં કેવા ઘોર પાપના વિચારો કર્યા? આ નટ-ઇલાચી વાંસ પરથી પડીને મરી જાય તો સારું.. તો હું એની વાગદત્તા નટીને મારી રાણી બનાવું.”
મેં આવા પાપવિચાર કરીને કેવાં ઘોર કર્મો બાંધ્યાં? ૦ મેં રૌદ્રધ્યાન કર્યું. ૦ હું કૃષ્ણલેશ્યામાં ફસાયો. પરિણામે મારે નરકમાં જવાનું? હું કેવી રીતે છૂટીશ આ પાપોથી? મેં અપકીર્તિનો વિચાર પણ ન કર્યો. આખી રાત એ નટી તરફ જ જોઈ રહ્યો, મોહી રહ્યો. ખરેખર તો નારીદેહ મળ-મૂત્રથી જ ભરેલો છે. સ્ત્રીનો અવતાર એટલે ફૂડ અને કપટની જ માયાજાળ... હું એવા દેહ ઉપર મોહિત થયો.. ધિક્કાર હો મને.
હે જીવ, તું વિચાર કર કે આ કાયા અશુચિથી ભરેલી છે. ગંદા પદાર્થોથી ભરેલી છે. કાચી માટીના પાત્ર જેવી કાયા સાથે શાને માયા બાંધે છે? કાયામાં પ્રીતિ કરવા જેવું છે શું? કશું જ નથી. પુરુષના શરીરમાં નવ દ્વાર છે, જ્યારે સ્ત્રીના શરીરમાં બાર દ્વાર છે. આ કારમાંથી ગંદકી વહેતી રહે છે. એવી કાયા પર માયા શા માટે કરવી?
અરે મૂર્ખ જીવ! તું વિચારતો નથી કે દુર્ગધમય પદાર્થોથી જ તારું શરીર ભરેલું છે. માંસ, રુધિર, મેદ, રસ, હાડકાં, મજ્જા અને વીર્ય આદિ ગંદા પદાર્થોથી ભરેલું છે. આવા શરીરનું બાહ્ય રૂપ જોઈને કેમ લલચાય છે? કેમ મોહાંધ બને છે? આ શરીરમાં કૃમિ-કીડા વગેરે અનેક જંતુઓ ભરેલાં છે, આવા શરીર પર શો મોહ કરવો?”
અશુચિ ભાવનાના ચિંતનથી રાજાનું મન મોહથી મુક્ત થયું. તે સાથે જ સમતાભાવ પ્રગટ્યો. પરમ પવિત્ર આત્માનો અનુભવ થયો.. જાણે અમૃતનો ઓડકાર આવ્યો. મન-વચન-કાયામાં સ્થિરતા આવી ગઈ. ચિદાનંદની અનુભૂતિ થઈ.
અને રાજાને કેવળજ્ઞાન પ્રગટ્ય! દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, સાધુવેશ આપ્યો. રાજાએ પંચમુષ્ટિ લોચ કર્યો. દેવીએ સ્વર્ણકમળની રચના કરી, રાજર્ષિને કમલ પર આરૂઢ કર્યા.
| 0 0 0
For Private And Personal Use Only