________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
ઇલાચી કુમાર ઇલાચી જોઈ રહ્યો છે. વાંસના મથાળે તેનું શરીર સ્થિર થઈ ગયું છે. એ મૌન થઈ ગયો છે. એની દૃષ્ટિ હવેલીના મધ્યભાગમાં ઊભેલા સાધુ અને સુંદરીને જોઈ રહી છે. વિચારે છે :
અદ્દભુત રૂપ તે દેખીને થોભે શશિ ને સૂર,
સાધુ-સુંદરી બહુ જણાં ચડતે જોબન પૂર! ત્યાં તો એણે જોયું :
સાત-આઠ પગલાં સામા જઈ જબ દીઠા મુનિરાય,
વાંદ્યા બે કર જોડીને, આનંદ અંગ ન માયા પ્રભાતને નિરવ શાંતિમાં એણે સાંભળ્યું ?
આ જ સફળ દિન માહર ચડ્ય ચિંતામણી હાથ,
તુમ દરિસણે પાવન થઈ તારણતરણ જહાજ. ઇલાચએ ધ્યાનથી જોયું :
મોદક લઈને માનિની થાળ ભરી મનોહાર,
મધુરાં વચનો બોલતી વિનવે વારંવાર. ઢોલ વાગતાં બંધ થઈ ગયાં હતાં. નાટકમંડળ થાકીને ત્યાં જ સૂઈ ગઈ હતી. પરંતુ ઈલાચીના પ્રાણ જાગ્રત થઈ ગયા હતા. તેનું મન મથામણ કરી રહ્યું હતું.
આ સુંદરી ખરેખર ઇન્દ્રાણી સમાન છે. છતાં ધન્ય છે આ મુનિરાજને કે એમની આંખોમાં કોઈ વિકાર નથી. તેઓ આ સુંદર સ્ત્રી સામે આંખો માંડીને જોતા પણ નથી. કેવા સમતાશીલ છે! કેવા નિર્લોભી છે! કંચનવર્ણી કાયા... અભુત રૂપ.. આજીજીભરી વિનંતી. છતાં મુનિ કેવા નિશ્ચલ ઊભા છે! ધન્ય છે એની માતાને કે આવો પુત્ર જયો! મને પણ મારી માતાએ જ જન્મ આપ્યો છે.. પણ ક્યાં એ મેરુ જેવા મહાન અને ક્યાં હું સરસવ જેવો તુચ્છે? ખરેખર હું ભારે કર્મી છું. ઘોર પાપી છું.... એક નટીના મોહમાં મેં ઉપકારી માતા-પિતાને ત્યજ્યાં... કુળની મર્યાદા લાપી... એક સ્ત્રીની ખાતર આજે ચાર ચાર વાર વાંસ પર ચઢ્યો.. નાચ્યો. એક રાજાને ખુશ કરવા. જો હું આ દોરડા પરથી નીચે પડું તો મરીને નરકમાં જ જાઉં..
For Private And Personal Use Only