________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨_
બાહુબલી ભાઈઓનાં રાજ્ય પડાવી લેવાનું ઘોર પાપ કર્યું. તે બાહુબલી! હે ભ્રાતા! તમે પ્રભુ-પિતાના સાચા પુત્ર છો. તમે પિતાના મોક્ષમાર્ગને અનુસર્યા. હું પણ તમારા જેવો થાઉં તો જ પિતાનો સાચો પુત્ર કહેવાઉં.' પશ્ચાત્તાપનાં પાણીથી વિષાદનો મેલ ધોવાયો.
ભરતે બાહુબલીના પુત્ર ચંદ્રયશાનો બહલી-દેશના રાજા તરીકે તક્ષશિલામાં રાજ્યાભિષેક કર્યો, અને તેઓ સેના સાથે અયોધ્યા તરફ પ્રયાણ કરી ગયા.
ભગવાન બાહુબલી! જાણે પૃથ્વીમાંથી પ્રગટ્યા હોય, કે આકાશમાંથી અવતર્યા હોય તેમ એકલા જ કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. જાણે પાંચસો ધનુષ્ય ઊંચી રત્નપ્રતિમા! ઊંચી.. તેજસ્વી... વિરાટ અને સૌમ્ય!
તેમનાં બંને નેત્રો નાસિકાના અગ્રભાગે સ્થિર થયાં હતાં. નિષ્પકંપ હતાં. - ગ્રીષ્મકાળના ઊના ઊના વંટોળિયા તેમને ભરડો લેતા હતા. - મધ્યાહ્નકાળનો પ્રચંડ સૂર્ય તેમના મસ્તક પર ધખતો હતો. - છતાં શુભ ધ્યાનના, સમતાભાવના અમૃતમાં મગ્ન રહેતા હતા. - શરીર પર મેલ અને પરસેવો એવો લાગેલો હતો કે જાણે કાદવમાંથી બહાર
ન નીકળ્યા હોય! - વર્ષાઋતુમાં પવનના ઝપાટા અને વૃક્ષોને ધ્રુજાવતી જળધારાઓ વરસવા
છતાં બાહુબલી મહામુનિ જરાપણ વિચલિત નહોતા થતા. - પહાડોના શિખરોને કંપાવનારા વિદ્યુતપાત થતા હતા, છતાં પણ તે યોગી
કાયોત્સર્ગ-ધ્યાનમાં નિમગ્ન રહેતા હતા, તેમનો ધ્યાનલય તૂટતો ન હતો.
તેમનો વિશિષ્ટ લય-મૌન જરાય બોલકું બનતું ન હતું. - નીચે વહેતા પાણીમાં થતી શેવાળથી એમના બંને પગ લિપ્ત થયા હતા. - હિમઋતુમાં હિમથી - બરફથી ઉત્પન્ન થયેલી ગંગાનદીમાં પણ તેઓ ધ્યાનમાં
સુખે સુખે રહીને કર્મોની નિર્જરા કરતા રહ્યા. - હેમંતઋતુ એટલે-બરફથી વૃક્ષો બળે! એ ઋતુની અતિ શીતલ રાત્રિઓમાં પણ
ડોલરના પુષ્પની જેમ બાહુબલીનું ધ્યાન વિશેષ ઉજ્વલ બનવા માંડ્યું.
For Private And Personal Use Only