________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૯ અને નગર છોડીને ક્યાંક ચાલી ગઈ છે. રાજ્ય સંકટમાં છે, બાલરાજા સંકટમાં છે ત્યારે આ પાખંડી રાજર્ષિ મોક્ષમાં જશે? સ્વર્ગમાં જશે? ના રે ના, આ તો નરકમાં જવો જોઈએ.'
બંને સેનાનીઓ તો પાછા પોતાની સેના સાથે થઈ ગયા. રાજર્ષિએ સુમુખ અને દુર્મુખની વાતો સાંભળી લીધી. શ્રવણેન્દ્રિયને પરવશ બની ગયા. દુર્મુખની વાત સાંભળી પોતનપુરીના મંત્રીઓ ઉપર ભયંકર રોષ એમના મનમાં જાગી ગયો. તેઓ વિચારવા લાગ્યા : “મારા મંત્રીઓ કૃતજ્ઞ બન્યા. વિશ્વાસઘાતી બન્યા. મારા પુત્ર સાથે દ્રોહ કર્યો. હું જો ત્યાં હોત, રાજા હોત તો એ મંત્રીઓની જીવતાં ચામડી ઉતારીને ચાબુકના ફટકા મારત.. દુષ્ટ.. હરામી...” હું શ્રમણ છું” આ વાત ભૂલી ગયા. ‘હું મહાવ્રતધારી છું” આ વાત વીસરી ગયા. “મારો ધર્મ ક્ષમા છે' આ સત્ય ખોવાઈ ગયું. લય ભંગ થઈ ગયો. ક્રોધના ભયંકર અસુરે તેમને નીચે પાડી દીધા. મનોમન તેઓ મંત્રીઓ સાથે ખૂનખાર યુદ્ધ કરવા લાગ્યા. આમ તો તેઓ મહાન પરાક્રમી હતા જ. દુશ્મનો માટે મહાકાળ હતા.
જ્યારે મહર્ષિની ભીતર ઘોર સંગ્રામ ચાલતો હતો ત્યારે મગધપતિ શ્રેણિકે આવીને રાજર્ષિને ભાવપૂર્વક વંદના કરી. રાજર્ષિની બાહ્ય ઘોર આતાપના જોઈ. તેઓ અભિભૂત થઈ ગયા. તેમણે ગુણશીલ ચૈત્યમાં પહોંચી, પ્રભુને વંદના કરી, પહેલો પ્રશ્ન આ જ પૂછયો : “હે ભગવંત, સ્મશાનમાં ઘોર આતાપના કરનારા રાજર્ષિ પ્રસન્નચન્દ્ર અત્યારે કાળધર્મ પામે તો ક્યાં ઉત્પન્ન થાય?'
સાતમી નરકે! ભગવાને કહ્યું.
શ્રેણિક વિચારમાં પડી ગયા. ‘મુનિને નરકગમન ન હોય! મેં પ્રભુનો ઉત્તર બરાબર સાંભળ્યો નહીં હોય. ફરીથી પૂછું.”
ભગવંત, પ્રસન્નચંદ્ર રાજર્ષિ હમણાં કાળધર્મ પામે તો ક્યાં જન્મે?” શ્રેણિક, એ રાજર્ષિ “સર્વાર્થસિદ્ધ' નામના અનુત્તર દેવલોકમાં જાય!
શ્રેણિકે પૂછ્યું : “હે નાથ, આપે ક્ષણના અંતરમાં બે જુદી જુદી વાત કેમ કહી?'
ભગવાને ભેદ ખોલ્યો : “શ્રેણિક, વિચારોના ભેદથી તે મુનિની બે પ્રકારની સ્થિતિ બની છે. પહેલાં તારા સેનાની દુખની વાતો સાંભળીને અત્યંત રોપાયમાન બનીને, પોતાના મંત્રીઓ, સામંતો સાથે, મનમાં ભયંકર યુદ્ધ કરતા હતા.
For Private And Personal Use Only