________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
લય-વિલય-પ્રલય
આચાર્ય સ્કંદકાચાર્યે પોતાના એ પ૦૦ શિષ્યોને દેહ અને આત્માનું ભેદજ્ઞાન કેવું કરાવ્યું હશે? ભેદજ્ઞાનની કોરી વાતો કરવી, એક વાત છે, ભેદજ્ઞાનની પરીક્ષામાં (પ્રેક્ટિકલ) પાસ થવું બીજી વાત છે. શાસ્ત્રીય ભાષામાં જેને “આસેવન શિક્ષા' કહેવામાં આવી છે, તે આસેવન શિક્ષા ભેદજ્ઞાનની, એ ૫૦૦ શિષ્યોને આચાર્યે આપેલી જ હોવી જોઈએ.
કષ્ટ સમયે, ઉપસર્ગ સમયે, ભય સમયે મન શરીર સાથે જરાય ન જોડાય, આત્માનુભવમાં રમણતા કરતું રહે, એ માટેનો વિધેયાત્મક ઉપાય કરતા રહેવું પડે. પહેલાં સામાન્ય કક્ષાનાં કષ્ટોનો મનને અનુભવ ન થાય, એવો અભ્યાસ કરવો પડે. ધીરે ધીરે મોટાં કષ્ટોનો અનુભવ ન થાય, મન આત્મા સાથે જ જોડાયેલું રહે – એવો પ્રયત્ન કરતા રહેવું પડે.
જો ભેદજ્ઞાનનો આ રીતે અભ્યાસ ન કર્યો હોય અને ઘાણીમાં પીસાવાનો પ્રસંગ આવી જાય, તો ભલે મોટો સાધુ હોય કે સંન્યાસી હોય, તે શારીરિક પીડાનો અનુભવ કરવાનો. એ પીડા એને સમતાભાવમાં રહેવા ન દે. એ પીડા, પીડા આપનાર પર દ્વેષ કરાવે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરાવે. એ ઘાણીમાં પિસાઈને સ્વર્ગ કે મોક્ષમાં ન જાય, એને નરકમાં જવું પડે.
લય-વિલય અને પ્રલય માટે “ભેદજ્ઞાન' પામવું ને પચાવવું અતિ આવશ્યક છે. તો જ સમાયોગમાં સ્થિર થઈ આત્મા વીતરાગસર્વજ્ઞ બની શકે.
For Private And Personal Use Only