________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
શ્રી રામચન્દ્રજી સ્વામીનાથ! જુઓ. તમારા વિરહથી વ્યાકુળ-વિહ્વળ આ સીતાનો તમે સ્વીકાર
કરો.'
ત્યારે મેં ભૂલ કરી હતી. આપનો ત્યાગ કરી અભિમાનમાં આપને અવગણી મેં ચારિત્ર લીધું હતું. પાછળથી મને ઘણો પશ્ચાત્તાપ થયો હતો. આપની સ્મૃતિમાં હું ઝૂરતી હતી. આંખોમાંથી આંસુ વહાવતી હતી. આજે હું આપની પાસે આવી છું. જુઓ આ અનેક વિદ્યાધર કન્યાઓ સાથે આપને વીનવું છું, તે નાથ! કૃપા કરો, અમારો સ્વીકાર કરી અમને સનાથ કરો.
આ વિદ્યાધર કન્યાઓએ મને કહ્યું : તું દીક્ષા ત્યજી દે, અને રામની રાણી બની જાય. અમે તારા આદેશથી રામની પત્નીઓ બનીછું. હે સ્વામી, મેં આ કન્યાઓના કહેવાથી દીક્ષા ત્યજી દીધી અને આપના ચરણોમાં હું આવી છું. હે પ્રાણેશ્વર! અમારી સામે જુઓ. આપની સીતા પૂર્વવત્ આપના બાહુપાશમાં સમાઈ જવા તલસે છે. ભૂલી જાઓ સ્વામી, મારો એ અપરાધ “આ દાસીએ આપની ચરણસેવા સ્વીકારી છે.'
સીતેન્દ્ર વિદ્યાધર કન્યાઓ સાથે કોટિશિલા પર નૃત્ય આરંભ્ય. દેવલોકના દેવોનું નૃત્ય એટલે પૂછવું જ શું? નૃત્ય સાથે ગીત અને સંગીતની રમઝટ જામી ગઈ. એ ગીત-સંગીત અને નૃત્યની અસર જંગલનાં પશુ-પક્ષી પર થઈ. ટોળે મળ્યાં, એકીટસે નાટારંભ જોઈને ડોલવા લાગ્યા.
શ્રી રામભદ્ર મુનિવર પર ન સીતેન્દ્રનાં વચનોની અસર થઈ, ન નૃત્યની અસર થઈ કે ન ગીત-સંગીતની અસર થઈ. અસર કેવી રીતે થાય? એ નૃત્યને આંખો જુએ ને મન વિચારે તો ને? એ ગીત-સંગીતને કાન સાંભળે અને મન વિચાર કરે તો ને? મહામુનિની ઇન્દ્રિયો અને મન ધ્યાનમાં જોડાઈ ગયાં હતાં.
ઇન્દ્રિયો અને મનને ધ્યાનમાં જોડી દેવામાં આવે તો બાહ્ય દુનિયાના પ્રસંગો કોઈ અસર ન કરી શકે. મહામુનિએ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ કરી દીધો. શુક્લધ્યાનમાં આત્મા જ આત્માને ધ્યાવે છે. મન અને ઇન્દ્રિયો નિષ્ક્રિય બની જાય છે,
શુકલધ્યાનનો પ્રારંભ થઈ ગયો. “પૃથકત્વ-વિતર્ક-વિચાર' બાન ચાલુ થઈ ગયું. આત્માથી માંડી પરમાણુ સુધીના પદાર્થોનું ચિંતન, એના વાચક શબ્દોનું ચિંતન અને મન-વચન-કાયાના યોગોનું ચિંતન. ચૌદ પૂર્વોના ગ્રુતજ્ઞાનનું ચિંતન સ્વશુદ્ધ આત્માનુભૂત ભાવનાના આલંબનથી અનર્જલ્પ ચાલુ થયો. એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર અને એક યોગથી બીજા યોગ પર વિચારણા ચાલુ થઈ. એક દ્રવ્ય પરથી બીજા દ્રવ્ય પર, એક ગુણ
For Private And Personal Use Only