________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
રાજર્ષિ પ્રસન્નચન્દ્ર ભગવાનનું નિમિત્ત કામ કરી ગયું! પ્રસન્નચન્દ્ર ઊભા થઈ ભગવંતને વિનંતી કરી : “હે જગદાધાર! હે જગગુરુ! આપની દેશના સાંભળી મારું મન સંસાર પ્રત્યે પૂર્ણ વિરક્ત બન્યું છે. હું આજે જ આપનાં પાવન ચરણે મારું જીવન સમર્પિત કરવા ઇચ્છું છું.
પરંતુ હે પ્રભો, રાજસિંહાસન પર બાલ રાજ કુમારનો રાજ્યાભિષેક કરીને હું આવું છું. મારા રાજ્યના મંત્રીઓ પર મને વિશ્વાસ છે કે તેઓ બાળ-રાજાની આજ્ઞા માનશે અને રાજ્યનું સુચારુ રૂપે સંચાલન કરશે.'
રાજા પ્રસન્નચન્દ્ર મહેલે આવ્યા. મંત્રીઓને બોલાવી, રાજકુમારનો તત્કાલ રાજ્યાભિષેક કરવાની આજ્ઞા કરી. રાણીઓને બોલાવી, દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો.
૦ ૦ ૦. ભગવંતે રાજા પ્રસન્નચંદ્રને દીક્ષા આપી. રાજા રાજર્ષિ બન્યા, મહર્ષિ બન્યા. સૂત્રાર્થના પારગામી બન્યા. ઉગ્ર તપશ્ચર્યા દ્વારા ઇન્દ્રિયવિજેતા બન્યા. ભગવંતની સાથે જ વિહાર કરતા હતા. કેટલાંક વર્ષો વીત્યાં.
પ્રભુની સાથે તેઓ રાજગૃહી પહોંચ્યા. પ્રભુની આજ્ઞા લઈ રાજર્ષિ નગરની બહાર સ્મશાનમાં જઈને, એક પગ ઉપર ઊભા રહ્યા. બે હાથ આકાશ તરફ ઊંચા કર્યા. સૂર્ય સામે દૃષ્ટિ સ્થિર કરી. ધ્યાનમાં નિમગ્ન બન્યા.
રાજગૃહનગરથી ગુણશીલ ચૈત્ય તરફ જવાનો રસ્તો, આ સ્મશાન પાસેથી જ પસાર થતો હતો. મહારાજા શ્રેણિક પરિવાર સાથે અને સેના સાથે પ્રભુને વંદન કરવા ગુણશીલ ચૈત્ય તરફ જઈ રહ્યા હતા. સેનાના બે સેનાપતિ સુમુખ અને દુર્મુખ સહુથી આગળ ચાલી રહ્યા હતા. તે બંને રાજર્ષિ પ્રસન્નચંદ્રને પહેલેથી ઓળખતા હતા. તેમણે રાજર્ષિને જોયા, ઓળખ્યા. તેઓ રાજર્ષિની પાસે આવ્યા. સેનાપતિ સમુખ બોલ્યો : “અહો! રાજર્ષિ કેવી ઘોર આતાપના કરી રહ્યા છે! ધન્ય છે એમને. આવા મહર્ષિને સ્વર્ગ કે મોક્ષ જ મળે!
દુર્મુખ બોલ્યો : “અરે, આ રાજા શાનો ધર્માત્મા? પોતાના બાળ રાજકુમાર પર મોટા રાજ્યનો ભાર નાંખી પોતે પોતાનો સ્વાર્થ સાધવા સાધુ બની ગયો. અને પોતનપુરના મંત્રીઓ કે જેમના ભરોસે આ પાખંડીએ બાલકુમારને મૂક્યો છે, તે મંત્રીઓ ચંપાપતિ રાજા દધિવાહન સાથે ભળી ગયા છે અને બાલરાજાને રાજ્યભ્રષ્ટ કરી રાજ્ય પડાવી લેશે. વળી આ રાજાની કેટલીક રાણી તો મહેલ
For Private And Personal Use Only