________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
મહર્ષિ સુકોશલ ૦ આ શરીર હું નથી, હું સચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા છું! - આવા આત્મજ્ઞાનમાંથી
આત્માનુભવરૂપ લય સધાઈ ગયો. કાયયોગ, વચન-યોગ ને મનોયોગ સ્થિરતા પામ્યા, સમત્વના અમૃતનું પાન કર્યું. ૦ પરબ્રહ્મમાં લીનતા - પ્રકૃષ્ટ લય આવી ગયો...
ત્યાં જ વાઘણે રાજર્ષિ સુકોશલ પર છલાંગ મારી. મુનિ ધરા પર ઢળી પડ્યા. પરંતુ પરમ બ્રહ્મની લીનતામાં - લયમાં વિઘ્ન આવ્યું નહીં.
વાવણે મુનિનાં ચ ચમ્ ચ ચામડાં ચીર્યા. ગર્ગ ગટુ લોહી પધાં... ત્રર્ ત્રર્ ત્રર્ શરીરના માંસના ટુકડા તોડ્યા...
પરંતુ ત્યારે સુકોશલ મુનિ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશી ગયા. સમતામૃતનું પાન કરતા... આત્માનુભવનો પ્રકષ્ટ લય સાધતા.. તેઓ કેવળજ્ઞાની બન્યા. તરત જ અઘાતીક પણ નાશ પામ્યાં.... અને એમનો વિશુદ્ધ આત્મા અનંત સિદ્ધ ભગવંતોની જ્યોતમાં જ્યોત રૂપે ભળી ગયો.
દારુણ વેરભાવનાને સંતોષી વાઘણ ત્યાંથી ચાલી ગઈ. તેણે કીર્તિધર રાજર્ષિ પર હુમલો ન કર્યો. પરંતુ એ રાજર્ષિ એ વખતે શ્રેષ્ઠ સમતાયોગમાં સ્થિર બન્યા. ધ્યાનની ધારા ધ્યાનનો લય લાગી ગયો. તેઓ કેવળજ્ઞાની બની ગયા.
કેવળજ્ઞાનના પ્રકાશમાં એમણે પુત્ર સુકોશલને મોક્ષમાં સિદ્ધશિલા પર પૂર્ણાનન્દી સ્વરૂપે જોયો. સમતારસમાં પ્રકૃષ્ટ-લય સાધવાનો છે. વાઘણ જ્યારે માંસ તોડે છે, લોહી પીએ છે ત્યારે આત્માનુભવમાં લયલીનતા કેવી રીતે આવે, તે વિચારજો! આવી શકે છે, એ હકીકત છે. રાજર્ષિ સુકોશલ એનું એક વિરલ દષ્ટાંત છે.
ચેતન, પ્રભૂજનાને કોઈ કાયિક-વાચિક ઉપસર્ગ-પરિસહ વિના કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. બાહુબલીને, ભરતેશ્વરને અને પ્રસન્નચન્દ્રને પણ કોઈ બાહ્ય કષ્ટ (ઉપસર્ગ) વિના, માત્ર સમતાયોગમાં મન-વચન-કાયાની સ્થિરતા થવાથી આત્માનુભવરૂપ પ્રકૃષ્ટ-લય પ્રાપ્ત થવાથી પૂર્ણાનન્દની પ્રાપ્તિ થઈ હતી.
રાજર્ષિ સુકોશલને પ્રાણઘાતક કષ્ટમાં, ઉપસર્ગમાં કેવળજ્ઞાન અને તરત જ મુક્તિ પ્રાપ્ત થઈ હતી. પ્રાણાંત કષ્ટમાં સમતા રહેવી, સ્વસ્થતા રહેવી, અડગતા
For Private And Personal Use Only