________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
સ્કંદકાચાર્ય
પાલકે રાજપુરુષોને આજ્ઞા કરી, ઉદ્યાનને સૈનિકોથી ઘેરી લીધું. લાકડાની મોટી ઘાણી તૈયાર કરાવી. ઉદ્યાનના મધ્યભાગમાં ગોઠવી. આચાર્યદેવે પરિસ્થિતિ સમજી લીધી. પાંચસો સાધુઓને ભેગા કરી ખૂબ ગંભીર અને વાત્સલ્યપૂર્ણ શબ્દોમાં કહ્યું :
‘હે શ્રમણો! આપણી સામે એક મોટો ઉપસર્ગ આવી ઊભો છે. આજે શરીરથી આત્માનો વિયાગ થશે. પાલકે આપણા પર કલંક ચઢાવ્યું છે. આપણને રાજ્યના ગુનેગાર ઠેરવી, પ્રાણાંતદંડની શિક્ષા ક૨વા કટિબદ્ધ થયો છે. પરંતુ આપણે એને શત્રુ નથી માનવાનો, એ આપણો મિત્ર છે. કર્મક્ષય કરવામાં એ પરમ સહાયક બનશે, મહાત્માઓ! તમે શરીર અને આત્માનું ભેદજ્ઞાન પામેલા છો. પાલક આપણને ધાણીમાં પીલશે. આત્માને નહીં પીલી શકે. એ જ્યારે શરીરને ઘાણીમાં પીલે ત્યારે આપણે સમતાભાવમાં મન-વચન-કાયાને સ્થિર કરી કર્મોને પીલી નાંખવાનાં છે.
મુનિવરો! તમે સિંહની જેમ સાધનાના માર્ગે ચાલી નીકળ્યા છો. સિંહવૃત્તિથી તમે ચારિત્રનું પાલન કરી રહ્યા છો. આજે કર્મશત્રુ પર સિંહવૃત્તિથી તૂટી પડવાનો પુણ્ય અવસર મળ્યો છો!
જોજો, દીનતા-કાયરતા કે મમત્વ સતાવી ન જાય. ભગવંત મુનિસુવ્રત સ્વામી આપણને જોઈ રહ્યા છે. એમની અનંત અપાર કરુણા આપણને દીનહીન નહીં બનવા દે. પાલકને કહી દેજો : પાલક, તું અમારાં હાડકાં દળી નાંખ, ચામડાં ચૂંથી નાંખ... લોહી નિચોવી લે. અમારા આત્માનું તું જરા પણ બગાડી નહીં શકે. અમારા સમતાભાવના પ્રકૃષ્ટ લયને તું નહીં તોડી શકે. અમારા આત્માનુભવના ચિદાનંદને તું લૂંટી નહીં શકે.
હે વીર પરાક્રમી નિર્પ્રન્થો! સિદ્ધશિલા પર શિવરમણી હાથમાં વરમાળા સાથે તમારું સ્વાગત કરવા ઊભી છે. તેને નિરાશ ન થવું પડે, તેને ભોંઠી ન પડવું પડે, એ જોજો. શરીરનો, જીવનનો મોહ ત્યજી દેજો. અનુરાગી બનજો મોક્ષના નિર્વાણના! મારા પ્રિય સાધકો, અંતિમ વિદાય!'
પાલક આવી લાગ્યો. યાંત્રિક ઘાણી તૈયાર કરી દીધી હતી. તે બોલ્યો : ‘ચાલો, તૈયાર થઈ જાઓ.' હાથમાં કોરડો વીંઝતો, લુચ્ચું હાસ્ય કરતો અને નાચતો કૂદતો પાલક સ્કંદકાચાર્યને કહેવા લાગ્યો.
સ્કંદકાચાર્યે પાલકને કહ્યું :
For Private And Personal Use Only