________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
ચિદાનન્દની મોજ
‘અરતિ’ પિશાચણી છે. લોહી પીએ છે જીવનું. છતાં જીવ એને પરવશ રહે છે. રતિ-અતિનાં દ્વન્દ્વોથી મુક્ત નથી થતો, પરિણામે જીવનમાં ક્યારેય પરમ આત્માને યાદ ન કર્યો. ક્ષણવાર પણ આંખો બંધ કરીને ભીતરમાં રહેલા અમર વિશુદ્ધ આત્માનાં દર્શન કરવા પ્રયત્ન ન કર્યો.
પછી એ પોતાને કેવી રીતે બચાવી શકે? વિષયોના ઘોર ભયાનક રાનમાં, જંગલમાં બચવું ઘણું મુશ્કેલ બની જાય છે... વળી, પૂર્વજન્મોમાં ઉપાર્જિત જે પુણ્ય-ધન અહીં લઈને જન્મ્યો હતો, એ બધું પુણ્યધન ઉડાવી દીધું... રંગ-રાગ અને ભોગ-વિલાસમાં...
આ બધી દીનતાભરી વેદના હતી કવિના હૃદયમાં, પરંતુ જ્યાં જિનચરણોમાં એમનું મન લીન થયું, લય પામ્યું, વિલય પામ્યું કે તેઓ ગાઈ ઊઠ્યા :
‘ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુમ સમકિત દાન ભેં!’
દીનતા ચાલી ગઈ! ચિદાનંદની મસ્તી આવી ગઈ! આત્માનુભવની તાલી લાગી ગઈ... પ્રકૃષ્ટ-શ્રેષ્ઠ લય લાગી ગયો... કે જે કોઈને કહી શકાય તેવો નથી. જે પામે તે જ અનુભવે!
જિન હી પાયા તિન હી છિપાયા, ન કહે કોઉ કે કાન મેં, તાલી લાગી જબ અનુભવ કી, તબ સમજે કોઈ સાન મેં...
આત્માનુભવની તાલી લાગી જવી જોઈએ. તાલીમાં સંપૂર્ણ લય જળવાય છે. તાલી દીર્ઘ સમય સુધી લાગેલી રહે તો તે વિ-લય બની પ્ર–લયમાં પરિણત બની પૂર્ણાનન્દસ્વરૂપ બની જાય છે! આ વાત ભીતરની છે. આ કોઈ બહારની - હાથથી તાલીઓ પાડવાની વાત નથી કે મંજીરાની તાલીની વાત નથી. આ તાલી છે અંદરની! ચિદાનંદની! આત્માનુભવની!
આ તાલી લાગી જાય, આ પ્ર-લય પ્રગટી જાય એટલે જગ જીતી ગયા! કવિ છેલ્લે ગાઈ ઊઠે છે
પ્રભુ-ગુણ-અનુભવ, ચન્દ્રહાસ જ્યોં, સો તો ન રહે મ્યાન મેં, ‘વાચક જશ’ કહે મોહ મહા-અરિ, જિત લીયો મેદાન મેં...હમ.
આત્માનુભવરૂપ લય-વિલય-પ્રલય એટલે ‘ચંદ્રહાસ' નામનું દેવાધિષ્ઠિત્ ખડ્ગ! એ મ્યાનમાં ન રહે! એ તો યુદ્ધના મેદાન પર શત્રુનો વધ કરી, વિજય જ પ્રાપ્ત કરાવે. કવિએ આત્માનુભવરૂપ લયથી મોહ-શત્રુનો વધ કર્યો... અને વિજય પ્રાપ્ત કર્યો!
For Private And Personal Use Only