________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
લય-વિલય-પ્રલય
૩. મલ્લયુદ્ધ ૪. મુષ્ટિયુદ્ધ ૫. દંડયુદ્ધ આ પાંચે યુદ્ધમાં ભરત હારી ગયા. બાહુબલી જીતી ગયા.
ન બનવાનું બની ગયું. ચક્રવર્તીના કાળમાં ચક્રવર્તી કરતાં વધારે બળવાન બીજો કોઈ પુરુષ ન હોય, જ્યારે બાહુબલી, ભરતના જ નાના ભાઈ ભરત કરતાં વધારે બલવાન સિદ્ધ થયા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી બાહુબલી ઉપર.
ભરત ખિન્ન થઈ ગયા. તેમને ભયંકર આઘાત લાગ્યો. તેમાંથી તીવ્ર રોષ ભભૂકી ઊઠ્યો. ધનુષ્યની જેમ એની દેહયષ્ટિ ટટાર બની. તેના હોઠ નિશ્ચલપણે બિડાયા. એનું મસ્તક દૃઢતાથી ઊંચું થયું. એના પગ પૃથ્વીને ધણધણાવવા લાગ્યા. એની આંખોમાં પ્રચંડ પ્રલયકારી આગ પ્રગટી ગઈ.
તેની પાસે સહસરશ્મિ સૂર્ય જેવું ચળકતું પ્રલયકારી “ચક્રરત્ન” હતું. પૃથ્વીનો વિનાશ એમાં સંગ્રહીત હતો. એ ચક્ર અનેક તીક્ષ્ણ આરાવાળું હતું. તેજ ભર્યો એક-એક આરો અનેક સુતી અસિધારા જેવો હતો. વજકાય-ચક્રવર્તી સિવાય કોઈ એને ઉઠાવી ન શકે. ચક્રવર્તી આ ચક્રરત્નના પ્રતાપે જ સંસારમાં અજેય બનતો, આંધી અને ઉલ્કાપાત વર્ષાવનાર આ ચક્રરત્નનો ઉપયોગ ચક્રવર્તી ન છૂટકે જ કરતો. પણ જ્યારે ઉપયોગ થતો ત્યારે પૃથ્વી પર હાહાકાર વર્તી જતો.
આ ચક્રરત્નમાં બે ખૂબી હતી. કામ પૂર્ણ થયા પછી એ ચક્ર આપોઆપ ચક્રવર્તી પાસે આવી જતું. બીજી ખૂબી એ હતી કે ચક્રવર્તીના સગોત્રીય પુરુષનો એ નાશ નહોતું કરતું.
પરંતુ ક્રોધાવેશ મોટા માણસને પણ ભૂલાવી દે છે. હારેલા ભરતે પોતાના હાથમાં ચક્ર લીધું અને આકાશમાં ભમાવવા માંડયું.
- જાણે અકાળે કાળાગ્નિ હોય, - જાણે બીજો વડવાનલ હોય, - જાણે અકસ્માત વજાનલ હોય, - જાણે ઊંચો ઉલ્કાપુંજ હોય, - જાણે આકાશમાંથી પડતું સૂર્યબિંબ હોય, - જાણે વીજળીનો જાજ્વલ્યમાન ગોળો ભમતો હોય
For Private And Personal Use Only