________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫.
आत्मवत् सर्वभूतेषु ૧. ઠોકર લાગવાથી મર્યા હોય, ૨. ધૂળથી ઢંકાઈ ગયા હોય, ૩. જમીન સાથે ઘસાઈ ગયા હોય, ૪. પરસ્પર જીવો અથડાઈ ગયા હોય, ૫. થોડો સ્પર્શ થઈ ગયો હોય, ક. એમને કષ્ટ પડ્યું હોય, ૭. એમને ખેદ થયો હોય, ૮. એ જીવો ભયાકુલ થયા હોય ૯. સ્થાનાન્તર થયું હોય કે ૧૦. પ્રાણરહિત થઈ ગયા હોય...
આ રીતે મારાથી જે કોઈ જીવવિરાધના થઈ હોય, તે સંબંધી મારા મિચ્છામિ કુવ' હો, “મારું દુષ્કૃત મિથ્યા થાઓ.”
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોના ભેદ પ૬૩ થાય છે. એની ઉપર મુજબ ૧૦ પ્રકારે વિરાધના થાય, રાગ-દ્વેષથી થાય, કરણ-કરાવણ-અનુમોદનથી થાય, મન-વચન-કાયાથી થાય, ભૂતકાળ-ભવિષ્યકાળ-વર્તમાનકાળમાં થાય, અરિહંતસિદ્ધ-સાધુ-દેવ-ગુરુ અને આત્માની સાક્ષીએ થાય. તો ઈર્યાપથિકી પ્રતિક્રમણના ૧૮,૨૪,૧૨૦
ભેદ થાય. (પકડx૧૦×૨×૩×૩×૩×૩ = ૧૮,૨૪,૧૨૦) કહેવાનુ તાત્પર્ય એ છે કે સર્વે જીવોમાં ચૈતન્યનું દર્શન કરી “આ બધા જીવો મારા જીવ જેવા જ છે, “આત્મવત્ સર્વભૂતેષુ' એવી સમજણ વિકસે ત્યારે એકેન્દ્રિય જીવોમાં ચૈતન્યનું દર્શન થાય. નહીંતર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં કોણ ચૈતન્ય” જુએ છે? ચૈતન્ય નહીં જોનારા, આ પાંચ પ્રકારના એકેન્દ્રિય જીવોનો કેવો ઘોર કચ્ચરઘાણ કાઢે છે? - પૃથ્વીને ખોદવાના મોટા ઉદ્યોગો થઈ ગયા. ખાણના માલિકો, બિલ્ડરો અને
ઉદ્યોગપતિઓ પૃથ્વીના પેટાળ ખોદી રહ્યા છેને? - પાણીનો કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે? વોટરપાર્કો અને શ્રીમંતોના બંગલાઓમાં
કૃત્રિમ જલધોધ બનવા માંડ્યા છે. જંગી ઉદ્યોગોમાં પાર વિનાનું પાણી વપરાય છે અને દૂષિત પાણી, નિર્મળ જળવાળી નદીઓમાં ઠલવાય છે... પાણીમાં “જીવત્વ સમજીને એની સાથે “આત્મવતુ' વ્યવહાર કોણ કરે છે?
For Private And Personal Use Only