________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય કે માનવમહેરામણની વચ્ચે આપણે એકલા જ છીએ. “જોડકું નત્યિ છે જો માત્ર બોલી જઈએ છીએ “હું એકલો છું, મારું કોઈ નથી', આવો પોપટપાઠ કરે જઈએ છીએ અને ભીડમાં જ જાહોજલાલી માનીએ છીએ. એકાંતવાસ વિના આપણે ભીતરમાં સમૃદ્ધ બની શકતા નથી.
થોમસ વાલ્ફ કહે છે :
'Our deepest experiences cannot be sliared. Our greatest sorrow and our most overwhelming joys must endured or enjoyed alone.'
કેટલાં સુંદર વાક્યો છે! આપણા અંગત અનુભવોમાં જેવા કોઈને ભાગીદાર બનાવવા જઈએ છીએ કે તરત તે અનુભવ સસ્તો અને છીછરો બની જાય છે. ખરેખર તો આપણા અદૂભૂત આંતર અનુભવને વર્ણવી શકતા નથી. આત્માના સંગીતને શબ્દોની તરજમાં ઉતારી ન શકાય. એકાંતનું એ સંગીત માત્ર તમે એકલા જ સાંભળી શકો.
જે કોઈ માણસ અજ્ઞાતને (પરમ તત્ત્વને) જાણવા પંથે પડે છે તેણે એકલે પંડે જ પંથ ખેડવાનું સાહસ કરવું જોઈએ. પરંતુ આપણે એકલા સફર કરવાનું ટાળીએ છીએ. સાથીદાર વિનાની જિંદગી અકારી લાગે છે.
તમે એક ચિત્ર બીજાઓ સાથે મળીને જોઈ શકો. કોઈ કાવ્યની મધુરતા સાથે બેસીને માણી શકો, પરંતુ આંતર સિદ્ધિ મેળવવી છે, ધ્યાનમાં નિમગ્ન થવું છે તો તમારે એકલાએ જ એકાંતની ઉપાસના કરવી પડશે. જો એકલા રહેવાની ટેવ નહીં હોય તો તમે ધ્યાનમાં ડૂબી નહીં શકો કે આત્માની કોઈ અનુભૂતિ નહીં કરી શકો.
એકાંતથી ડરો નહીં, દૂર ન ભાગો... સાથે સાથે એકાંતનો દુરુપયોગ પણ ન કરો. સામાન્ય માણસ એકલો પડે છે ત્યારે રેડિયો, ટેપરેકોર્ડર, ટી.વી. કે સિનેમાં જુએ છે. પોતાના અંતઃકરણને નિહાળવાના બદલે બાહ્ય પદાર્થોને ખાલી મનમાં ભરે છે. એકાંતમાં “સ્વ” સાથે મળવાની અણમોલ ક્ષણો ગુમાવી દઈ બીજાં વ્યર્થ સાધનો પકડે છે... આ એની પામરતાને એ વિચારી શકતો નથી. પામરતાની પ્રતીતિથી ડરે છે.
જો મનને સ્થિર કરવું છે, શુદ્ધ કરવું છે તો માણસે કાચબાની જેમ પોતાની જાતને જગતના બીજા લોકોના સંગાથમાંથી પાછી સંકેલી લેવી જોઈએ. મિત્રો, સ્વજનો અને પરિજનોને છોડીને એકાંતમાં વિહરવું જોઈએ. આપણા મનતંત્ર
For Private And Personal Use Only