________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૨૭
સ્વપર પર્યાયોથી વિવક્ષિત કરવામાં આવે ત્યારે ‘આ ઘડો છે પણ અને અવક્તવ્ય છે.’ એમ કહેવાય. અર્થાત્ એકસાથે સ્વ-૫૨ના પર્યાયોનું કથન નથી થઈ શકતું.
૬. ‘સ્થાવસત્ અવòવ્ય જ્ઞા' એ જ ઘડાને જ્યારે પરપર્યાયોની અપેક્ષાએ વિવક્ષિત કરવામાં આવે ત્યારે તેને સ્વાતંત્ અવવ્ય હૈં કહેવાય. અર્થાત્ અસત્ પણ છે અને અવક્તવ્ય પણ છે.
૭. 'સ્વાસ્તિ, સ્વાન્નતિ અવય્ય વા’ ઘડાને જ્યારે ક્રમશઃ સ્વ-પર્યાયોની અપેક્ષાએ, પરપર્યાયોની અપેક્ષાથી અને એકસાથે સ્વ-પરના પર્યાયોની અપેક્ષાથી વિવક્ષિત કરવામાં આવે ત્યારે ‘છે પણ, નથી પણ અને અવક્તવ્ય છે.’ એમ કહેવાય.
આ રીતે વચનના સાત પ્રકારો છે. આ પ્રકારો ગૌણતા અને મુખ્યતાના ભેદથી થાય છે.
આત્માના સ્વ-પર્યાયો અને પરપર્યાયોની ભિન્ન ભિન્ન અપેક્ષાઓ સામે રાખીને આ સાત વચનપ્રકારો બતાવાયેલા છે. આ રીતે વિચારવાથી આત્મસ્વરૂપનો બોધ વ્યાપક બને છે અને આત્મજ્ઞાનમાં રમણતા વધે છે.
આજે ફરીથી મૂળભૂત વાત તને યાદ કરાવવી છે.
‘સમતારૂપી અમૃતના સાગરમાં સ્નાન કરવાથી જેમનાં ચિત્ત શાન્ત થયા છે, તેવા યોગીપુરુષોનો આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય જય પામો! આ લય આત્માનુભવરૂપ છે.’
(શામ્યશતળ ૪)
ચેતન, આ શ્લોકે મને ‘લયયોગ’ ઉપર આ ભાષ્ય લખવા પ્રેરિત કર્યો છે. આમાં મુખ્ય વાતો ત્રણ છે :
- સમતાભાવથી ચિત્ત શાન્ત કરો.
- આત્મજ્ઞાનમાં તન્મય બનો.
- આત્માનુભવરૂપ ‘લય’ને પ્રાપ્ત કરો.
ચિત્તને શાન્ત, સ્વસ્થ અને શુદ્ધ કરવા માટેના ઘણા ઉપાયો પર આપણે ચિંતન-મનન કર્યું. હવે આત્મજ્ઞાનમાં તન્મયતા પ્રાપ્ત કરવા, આત્માના વિશુદ્ધ સ્વરૂપનો બોધ પ્રાપ્ત કરવાની વાત કરવી છે. આત્મતત્ત્વને વિશદ રીતે
For Private And Personal Use Only