________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૩૩ અર્થાત્ એ અદ્ય છે, અભેદ્ય છે, અદાહ્ય છે અને અહન્ય છે. જે આત્મદર્શી બને છે તે મૃત્યુથી મુક્ત થઈ જાય છે.
(આચારાંગ - ૧/૩૨) આ રીતે શાસ્ત્રો આત્માના અસ્તિત્વને અને સ્વરૂપને સમજાવે છે. પરંતુ વિષય-કષાયના અગનગોળા ક્ષણ - બે ક્ષણમાં શાસ્ત્રસરંજામનો ખુરદો બોલાવી દે છે, વિષય-કષાયના તુંડમિજાજીમાંથી છૂટેલાં તીક્ષ્ય બાણ જ્યારે વિદ્વાનની છાતી ચીરી નાંખે છે ત્યારે શાસ્ત્રોનું કવચ પોકળ નીકળે છે. માટે અત્યાર સુધી કર્મો સામે ઝઝૂમવા માત્ર શાસ્ત્રો લઈને, એના જ વિશ્વાસે નીકળી પડીને, આપણે જિંદગી આખી પસ્તાવો રહે એવી થાપ ખાધી છે. એટલે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : “શાસ્ત્રો તો તમને માત્ર દિશાજ્ઞાન જ આપશે.” વ્યાપાર સર્વશાસ્ત્રીનાં વિકમેવ દિ' આત્માનુભવમાં શાસ્ત્રોનું કોઈ પ્રયોજન રહેતું નથી. ત્યાં કોઈ વિકલ્પ નથી હોતા. ત્યાં માત્ર પ્રશમસુખનો જ અનુભવ હોય છે.
સંસારસમુદ્રને તરી જવો છે? તો તે આત્માનુભવરૂપ લય જ તારી શકશે. 'पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ।'
એટલે હવે આત્માનુભવરૂપ પ્રકૃષ્ટ લય (પ્ર-લય) અંગે આવતા પત્રોમાં લખીશ. કુશળ રહો.
તા. ૮-પ-૯૮
દગુખશ્નર
S
For Private And Personal Use Only