________________
Shri Mahavir Jain Aradhana Kendra
1 )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ આત્માનુભવ : અહીં જ મોક્ષસુખ!.
f
પ્રિય આત્મસાધક,
સસ્નેહ આત્મવંદન.
તું સ્વસ્થ હશે. તારું અધ્યયન-પરિશીલન સારી રીતે ચાલતું હશે. ‘આત્માનુભવ’ અંગે હવે આપણી ચિંતન-યાત્રા શરૂ થાય છે. ‘જ્ઞાનસાર’માં આત્માનુભવ પર આખું એક અષ્ટક (પ્રકરણ) લખાયેલું છે. એના પહેલા જ શ્લોકમાં ‘અનુભવ'નું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. सन्ध्येव दिनरात्रिभ्यां केवलश्रुतयोः पृथक् । बुधैरनुभवो दृष्टः केवलार्कारुणोदयः । ।
સંધ્યા તમે જોઈ છે? સંધ્યાને શું તમે દિવસ કહેશો? ના. તો શું રાત્રિ કહેશો? ના. દિવસ અને રાતથી સંધ્યા જુદી છે. તેવી રીતે અનુભવ એ નથી શ્રુતજ્ઞાન કે નથી કેવળજ્ઞાન! શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનથી ‘અનુભવ’ જુદો છે. હા, કેવળજ્ઞાનની વધુ નિકટ જરૂર છે. સૂર્યોદય પૂર્વે અરુણોદય થાય છે ને? બસ, અનુભવને આપણે કેવળજ્ઞાનરૂપ સૂર્યોદય પૂર્વેનો અરુણોદય કહી શકીએ. અર્થાત્ ત્યાં મતિજ્ઞાનાવરણના ક્ષોપશમથી ઉત્પન્ન થતા ચમત્કાર નથી, બુદ્ધિમતિની કલ્પનાસૃષ્ટિ નથી. અનુભવ, તર્કથી ખૂબ ઊંચી સપાટી પર છે. અનુભવ, શાસ્ત્રજ્ઞાનના ભાર નીચે દબાયેલો નથી અને અનુભવ બુદ્ધિ કે શાસ્ત્રથી સમજાય એવો પણ નથી.
ચેતન, ‘અનુભવ’ની વાત કોઈને તર્કથી સમજાવવાની કોશિશ ન કરીશ. અનુભવ સમજાવવાનું તત્ત્વ જ નથી! અનુભવમાં તો જગતના પદાર્થો જેવા સ્વરૂપે છે, તેવા સ્વરૂપે છે, તેવા સ્વરૂપે જ્ઞાન થાય, જ્ઞાનમાં રાગ-દ્વેષ ન ભળે. આત્માથી ભિન્ન પદાર્થોમાં રમણતા ન હોય. એ યોગીને તો આત્મસ્વરૂપમાં જ રમણતા હોય. એનો દેહ આ દુનિયાની સ્થૂલ ભૂમિકા પર બેઠેલો હોય, પણ એનો આત્મા દુનિયાથી દૂર સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૂમિકા પર આરૂઢ હોય.
For Private And Personal Use Only
ટૂંકમાં પણ ખૂબ ગંભીર શબ્દોમાં અનુભવી આત્માની સ્થિતિનું આ વર્ણન છે. આપણે સ્વરૂપમાં રમણતા નથી કરી શકતા, કારણ કે પરભાવની રમણતામાં ડૂબી ગયા છીએ. પરભાવમાં રમણતા, યથાર્થ વસ્તુસ્વરૂપના અજ્ઞાનને આભારી