________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૭. શાઓ માત્ર દિશા થીંઘ
-
---
-
----
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
ગઈકાલની એક વાત : “શાસ્ત્રો માત્ર દિશા બતાવનારાં છે' - આ વાતના સંદર્ભમાં મારો થોડો આક્રોશ છે.
શાસ્ત્રાર્થ અને શબ્દાર્થના એકાંત આગ્રહે હલાહલથીય વધુ દારુણ વિષ રેલાવ્યું છે. એ વિષના કુત્કાર પેલા ફધિરના કૃત્કારોને પણ લજવે છે. કોઈ કહે છે : “અમે ૪૫ આગમ માનીએ છીએ.' કોઈ કહે છે : “અમે ૩૨ આગમ જ માનીએ છીએ.” કોઈ કહે છે : “એકેય આગમ માનતા નથી!”
કેવો ઘોર કોલાહલ જામ્યો છે સર્વજ્ઞશાસનમાં? શા માટે? શું એ માનેલાં શાસ્ત્રો એમને ભવસાગરથી તારશે? શું એ શાસ્ત્રો એમને નિર્વાણ પમાડશે? જો શાસ્ત્રોથી જ ભવસાગર તરી શકાતો હોત તો આપણે આજ સુધી સંસારમાં રઝળતા ન હોત. ભૂતકાળમાં (ગત જન્મોમાં) શું ક્યારેય શાસ્ત્રોના જ્ઞાતા નહીં બન્યા હોઈએ? નવ-નવ પૂર્વોનું જ્ઞાન મેળવ્યું હશે! છતાં એ જ્ઞાન-શાસ્ત્રજ્ઞાન' આપણને તારી શક્યું નહીં. કેમ? ક્યારેય શાન્ત ચિત્તે વિચાર્યું છે? પછી શા માટે શાસ્ત્રોને આગળ કરી રાગ-દ્વેષની અશાંતિ ફેલાવો છો? શાસ્ત્રોનો ભાર ગળે વળગાડીને શા માટે ભવસાગરમાં ડૂબી મરવાના ખોટા ધંધા કરો છો? શાસ્ત્રો તમને ક્યારેય અનન્ત-અવ્યાબાધ સુખ નહીં આપી શકે.
આ વાતને તમે શાસ્ત્રો તરફનો અણગમો ન સમજતા. શાસ્ત્રોની પવિત્રતાનું અપમાન ન સમજતા, પણ શાસ્ત્રોની મર્યાદાનું ભાન કરાવવા આ લખી રહ્યો છું. શાસ્ત્રો પર જ બધો મદાર બાંધી બેઠેલાઓની જડતાને ખંખેરી નાંખવા આ લખું
શાસ્ત્રનું કામ છે માત્ર દિશા ચીંધવાનું. એ તમને સાચી અને ખોટી દિશાનું ભાન કરાવે છે. બસ, એનાથી એક કદમ પણ શાસ્ત્ર આગળ નથી વધતું.
છતાં સર્વપ્રથમ શાસ્ત્રના જ માધ્યમથી આત્મતત્ત્વની અનુપ્રેક્ષા કર્યા પછી આપણે આત્મજ્ઞાનની તન્મયતારૂપ આત્માનુભવના દિવ્ય આનંદની વાત કરીશું.
માનવમનની જિજ્ઞાસા સહજવૃત્તિ છે. માટે માણસને એના અંતર્મનમાં આ પ્રશ્ન ઊઠે છે કે :
For Private And Personal Use Only