________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| F૨૨. આનંદ શ્રાવક ઘર્મધ્યાનનું ?
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
આપણી ચિંતનયાત્રા એકાંત, મૌન અને ધ્યાનની દિશામાં ચાલી રહી છે. એકાંતમાં જ પૂર્ણરૂપે મૌન રહી શકાય અને ધ્યાનમાં સ્થિરતા પામી શકાય. આ વિષયમાં મારે તને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સર્વપ્રથમ શ્રાવક આનંદનો પરિચય કરાવવો છે.
મગધદેશમાં “વાણિજ્યગ્રામ' નામનું નગર હતું. ત્યાંનો રાજા હતો જિતશત્રુ. શ્રમણ ભગવાન મહાવીર વાણિજ્યગ્રામમાં પધાર્યા હતા, ત્યાં સમવસરણ રચાયું હતું. પ્રભુનો ઉપદેશ સાંભળી આનંદ ખૂબ સંતુષ્ટ અને પ્રસન્ન થયો. તેણે ભગવાનને કહ્યું : “ભગવંત, હું નિર્ચન્જ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું. નિર્ઝન્થ પ્રવચનથી સંતુષ્ટ છું. નિર્ચન્જ પ્રવચન સત્ય છે. પરંતુ હું સાધુ બનવા સમર્થ નથી. ગૃહીધર્મનાં ૧૨ વ્રતો લેવા તૈયાર છું.”
આનંદે પ્રભુ પાસે બાર વ્રત ગ્રહણ કર્યા. ચૌદ વર્ષ સુધી એણે વ્રતનિયમોને સારી રીતે પાળ્યાં. આત્માને શુભ ભાવોથી ભાવિત કર્યો. જ્યારે વ્રતમય જીવનનું પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે રાત્રિના ઉત્તરાર્ધમાં ધર્માનુષ્ઠાન કરતાં કરતાં એના મનમાં એક શુભ સંકલ્પ જાગ્યો. એણે વિચાર્યું : “આ નગરમાં હું રાજાથી માંડી આત્મીય જનો સુધીના લોકોનો આધાર છું. એટલે એ સહુ પ્રત્યેનાં કર્તવ્યોનું પાલન કરવામાં મન વ્યસ્ત રહે છે. તેથી પ્રભુએ બતાવેલી ગૃહસ્વધર્મની શ્રેષ્ઠ આરાધના - શ્રાવકની અગિયાર પ્રતિમાઓની આરાધના નથી કરી શકતો. માટે હવે ઘરનો અને સમાજ તથા નગરના વ્યવહારનો ભાર મોટા પુત્રને સોંપી દઉં. સૂર્યોદય થાય એટલે સગાં-સંબંધી વગેરેને બોલાવી શ્રેષ્ઠ ભોજન કરાવી, યેષ્ઠ પુત્રને તથા મિત્રોને પૂછીને કોલ્લાગસન્નિવેશમાં જે જ્ઞાત કુળની પૌષધશાળા છે, ત્યાં જઈને “અગિયાર પ્રતિમાઓની આરાધના કરું.'
પ્રભાતે મોટા પુત્રને બોલાવી આનંદે કહ્યું : “હે વત્સ, હું આ નગરમાં જેવી રીતે પરિવારનાં, સગાં-સંબંધીનાં, રાજા ને પ્રજાનાં કાર્યો કરું છું, એ બધો ભાર તને સોંપું છું. આપણી પાસે ચાર ક્રોડ હિરણ્ય ખજાનામાં છે. ચાર ક્રોડ હિરણ્ય વ્યાજમાં ફરે છે અને ચાર ક્રોડ હિરય વ્યાપારાદિમાં રોકાયેલું છે.
For Private And Personal Use Only