________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪. સૃષ્ટિ લથટવરૂપા છે -
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન,
તારો પત્ર મળ્યો, વાંચીને આનંદ થયો. સ્વારની પ્રતિકૂળતામાં આ બધું લખાઈ રહ્યું છે, તે પરમ કૃપાળુ પરમાત્માના અચિંત્ય અનુગ્રહનું જ પરિણામ છે. “હું લખી રહ્યો છું.' એમ લાગતું નથી.
મહાનુભાવ, જેવી રીતે જૈન ધર્મમાં “શામ્યશતક' ગ્રંથમાં આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજીએ નથાતુ નઃ લખીને લયયોગનો મહિમા કર્યો છે, તેવી રીતે વૈદિક ધર્મમાં “વરાહ ઉપનિષદ'ના બીજા અધ્યાયમાં ઋભુ નામના ઋષિ યોગના ત્રણ પ્રકાર બતાવે છે.
- મંત્રયોગ, - લયયોગ, - હઠયોગ,
આ ત્રણે યોગમાં ઋષિ અષ્ટાંગયોગને જરૂરી ગણાવે છે. યોગની વિસ્તૃત સમજણ આપીને “લયયોગનો મહિમા કરતી વખતે ઋષિ વદે છે :
ઇન્દ્રિયોનો નાથ મન છે. મનનો નાથ પ્રાણવાયુ છે. પ્રાણવાયુનો નાથ લય છે. માટે પ્રાણના નાથ એવા લયના શરણે જાવ.
ઋષિ કહે છે : પ્રાણનો નાથ લય છે. પ્રાણ છે ત્યાં સુધી જીવન છે. જો આ તર્ક સ્વીકારીએ તો કહેવું પડે કે લય છે ત્યાં સુધી જીવન છે! પ્રાણનો આધાર લય છે. જો સમગ્ર સૃષ્ટિ લયસ્વરૂપા હોય તો જીવનમાં અત્ર-તત્ર-સર્વત્ર અનુભવવા મળતા લયનો મહિમા કરવો જોઈએ. લયસાધના એ જ જીવનસાધના સમજવી જોઈએ.
લયને સમજવા સંગીત સમજવું જોઈએ. સંગીત સ્વભાવે તાલબદ્ધ અને લયબદ્ધ હોય છે. તાલ તૂટે ત્યારે સામાન્ય માણસ પણ ખલેલ પામે છે. સંગીતકાર વધારે ખલેલ પામે છે. સંગીતમાં તાલબદ્ધતા એટલે લયબદ્ધતા. સંગીતજ્ઞ ક્યાંક સૂર ખોરવાય ત્યારે પણ અકળાઈ જાય છે. સૂરનો સંબંધ તાલ
For Private And Personal Use Only