________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
વળગણમુક્તિ અને અંતર્બોધ દસ વર્ષમાં તમે દસ સેકન્ડનો પણ સત્યનો સાક્ષાત્કાર ન કરી શક્યા, પછી તમને હું કેવી રીતે સમજાવી શકું કે ધ્યાન એ છલાંગ છે સમયની બહારની!'
સાધકે પૂછ્યું : “તો મારી દસ વર્ષની સાધનાનું શું કંઈ મહત્ત્વ નહીં?'
મહત્ત્વ તો એટલું જ કે દસ વર્ષ પછી પણ તમને એટલી તો ખબર પડી કે તમે માત્ર કસરત જ કરી રહ્યા હતા! હવે કસરતમાં છેલ્લે જે આદેશ આપવામાં આવે છે, એનું તમારે પાલન કરવાનું – આરામ! જૈસે થે!”
“આપ તો મારી મજાક ઉડાવી રહ્યા હો, તેવું મને લાગે છે.' સાધકે નિરાશાથી કહ્યું. મિત્ર, દસ વર્ષ સુધી તમે તમારી ખુદની મજાક ઉડાવી, એનું શું?”
૦ ૦ ૦ જીવનમાં શરીરયાત્રાની સાથે મનોયાત્રા પણ સતત ચાલતી જ રહે છે. વાણી અને બુદ્ધિ વિચાર માટે છે (વી વુિદ્ધિવ વિવાર). જે મનુષ્ય સાંભળેલી વાત પર વિચાર કરતો નથી તે કર્તવ્યને કેવી રીતે જાણી શકે? આપણું વ્યક્તિત્વ મૂળભૂત રીતે તો મનો-શારીરિક (સાઈકોફિઝિકલ) છે. શરીર અને મનની ઉપેક્ષા કરનારો સાધક આત્મજ્ઞાની ન બની શકે.
ગીતા”માં મન માટે કહેવાયું છે. - મનુદ્ધિનમની (ઉદ્દેગરહિત મનવાળા) અધ્યાય ૭ - પ્રીતમના: (પ્રીતિયુક્ત મનવાળા) અધ્યાય ૧૧ - મન:પ્રસT: (મનની પ્રસન્નતા) અધ્યાય ૧૭ - મનન (પરમાત્મામાં મન પરોવનારા) અધ્યાય ૧૮
આ ક્રમે વિકાસ થાય મનનો, તો ભગવ-મન સુધી પહોંચી જવાય. ઉગરહિત મન, નિર્મળ મન પ્રેમરસથી છલોછલ બનીને મનાપ્રસાદ પ્રાપ્ત કરે છે. આવા મન:પ્રસાદનું સુમધુર ફળ ભગવ-મન બની રહે છે.
આજની નવી પેઢીને કોઈકે તો ખભો હલાવીને અને જરૂર પડે ઘાંટો પાડીને સમજાવવું પડશે કે આપણી પરંપરામાં ક્યાંય શરીર અને મનની અવગણના કરીને આત્મોદ્ધારની વાત કરવામાં નથી આવી. મૈસુર યુનિવર્સિટીના કેમ્પસનું મજાનું નામ છે. “મનોત્રી'. મનનો અનાદર થયા જ કરે ત્યારે માનસિક રોગો પેદા થાય છે. આપણે ત્યાં માનસિક રોગમાં સપડાયેલા માણસને મનોચિકિત્સક પાસે લઈ જવાનો રિવાજ નથી! એ ગાંડો થઈ જાય ત્યારે જ મેન્ટલ હૉસ્પિટલમાં દાખલ થાય!
For Private And Personal Use Only