________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
- ૧૦૭ રાખવાના છે. વિચારો શુભ હોય તોય જંપી જવામાં અડચણ ઊભી કરે છે. વિચારો ચિત્તવૃત્તિનો વિહાર છે. ચિત્તવૃત્તિ ભટકતી જ રહે તે માટેનાં સાધનો મન પૂરાં પાડે છે. એનું વાહન વિચારો છે. આત્માનુભવની ગુફામાં પ્રવેશતી વખતે ચિત્તના વ્યાપારોને હેઠા મેલી, બને તેટલી નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત કરવા મથવાનું છે. આપણા પરિશુદ્ધ આત્માની બને તેટલી નજીક જવા માટેની પાત્રતા પ્રાપ્ત કરવાની છે, અને આપણી ભીતરની જે ચેતના છે, તેની સમીપ જવાની સાધનાને “ધ્યાન' કહે છે. વ્યક્તિત્વને ભૂલી અસ્તિત્વમય બનવું એ ધ્યાનનો પ્રસાદ છે. આવો પરમ પ્રસાદ એકાદ ક્ષણ માટે જ ટકે છે. પરંતુ આવી એક ક્ષણનું મૂલ્ય જીવનનાં બધાં વર્ષો કરતાં વધારે ગણાય.
ધ્યાનમાં સ્વસ્થ થવા માટે, જંપી જવા મથતા, પરંતુ વારંવાર નિષ્ફળ જતા સાધકો પણ પ્રશંસનીય છે. તેઓની નિષ્ફળતા પણ ભારે મૂલ્યવાન હોય છે. નિષ્ફળતાઓનું સામૈયું કરવાની અને સલામતીનો કાંઠો છોડવાની જેમની તૈયારી હોય તેમણે જ “પ્રભુનો પંથ” પકડવો જોઈએ.
અહીં મને એક ઝેન-કથા કહેવાનું મન થયું છે. વર્ષો સુધી ધ્યાન-સાધનામાં ઓતપ્રોત રહેનાર એક સાધકે એના ગુરુ બજુવાને કહ્યું : “હું છેલ્લાં દસેક વર્ષથી ધ્યાન કરું છું અને મોટા ભાગનો સમય આત્મચિંતનમાં જ પસાર કરું છું, છતાં હજી સુધી મને ન થયો ધ્યાનનો કશો અનુભવ કે ન મળી શક્યું કશું આંતરિક સુખ. ઊલટાનું મારું ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું છે એટલે હવે હું આ ધ્યાનસાધના છોડી દેવા માગું છું.'
ગુરુ બજુવાએ કહ્યું : 'મિત્ર, જે પ્રવૃત્તિ તમારે છોડી જ દેવી છે, એમાં મને કહેવા શા માટે આવ્યા? હું તો કહું છું કે તાત્કાલિક તમારી ધ્યાનસાધના બંધ કરી દો.”
સાધકે ફરી પ્રશ્ન કર્યો : “ધ્યાન-સાધના છોડતાં પહેલાં હું આપની પાસેથી ફક્ત એટલું જ જાણવા માગું છું કે આમાં મારી ક્યાં ચૂક થઈ હશે? શા માટે મને સુખ-શાંતિનો સહેજ પણ અનુભવ ન થઈ શક્યો?'
ગુરુ બજુવા બોલ્યા : “મિત્ર, હું તમને શું કહું? જે કામ માત્ર દસ સેકંડમાં કરવાનું હતું, એના માટે તમે દસ વર્ષ લીધાં! પછી તમે કેવી રીતે સફળ થઈ
શકો?”
સાધકે દલીલ કરી : “જે કામ હું દસ વર્ષમાં ન કરી શક્યો, એ માત્ર દસ સેકન્ડમાં હું કેવી રીતે કરી શકવાનો હતો?”
For Private And Personal Use Only