________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લય-વિલય-પ્રલય
૯૫
હોય છે અને વિશાળતા હોય છે. આવી વાણી હૃદયના ઊંડાણમાંથી પ્રતીતિનો પ્રસાદ લઈને પ્રગટ થતી હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમને આવી વાણીનું વરદાન પ્રાપ્ત નથી થયું, તેમણે ‘મૌન'ને શ્રેષ્ઠ ધર્મ માનીને મૌનની આરાધના કરવી જોઈએ. આપણા જૈન શાસનમાં ‘મૌન એકાદશી’ના પર્વનું વિશેષ મહત્ત્વ છે. એ દિવસે ઉપાશ્રયમાં સાધુપુરુષો મૌનનો મહિમા સમજાવે છે. સુવ્રત શ્રેષ્ઠી અને એમની ૧૧ પત્નીઓ કેવી રીતે એકાંતમાં મૌન ધારણ કરી, કાયોત્સર્ગધ્યાનમાં લીન રહે છે, એ વાર્તા સંભળાવે છે. સુવ્રત શ્રેષ્ઠી અને એમની ૧૧ પત્નીઓ કેટલી નિર્વિકાર હતી, કેટલી શાંત અને ભીતરમાં પરિતૃપ્ત હતી, એ વાત પણ સમજાવે છે. રાત્રે ચોર લોકો ૧૧ ક્રોડ સુવર્ણમુદ્રાઓ ઉપાડી જાય છે... ત્યારે પણ ૧+૧૧-૧૨ જણાં જરાય અસ્વસ્થ કે અશાન્ત નથી બનતાં! મૌન તોડતાં નથી, એકાંતમાં કોલાહલ કરતાં નથી!
સવ્રત અને એમની ૧૧ પત્નીઓ સંસારી જીવો જ હતાં. આપણા જેવાં જ હતાં! એ સાધુ કે યોગી મહર્ષિ ન હતાં. પરંતુ ભીત૨માં તેઓ ખરેખર નિર્લેપ, મમતારહિત નિર્વિકાર વિશિષ્ટ યોગી હતાં! એમનો જીવનલય ખોરવાયો નહીં. અખંડ રહ્યો. અગિયા૨ કરોડ સોનામહોરોની ચોરી, એમના મનને હલબલાવી શકી નહીં. એમના નિર્મળ આત્મભાવને ડહોળી શકી નહીં. આ હતો લયયોગ! વિશુદ્ધ મનનું આત્માનુભૂતિમાં લીન થઈ જવું- એ વિશિષ્ટ લય હતો, ‘વિ-લય' હતો.
હું તને સંસારી જીવોનાં દૃષ્ટાંતો એટલા માટે લખું છું... કેમકે તું એમ ન સમજે કે ‘લયયોગ’ની સાધના માત્ર સાધુઓ માટે જ છે. મોટેભાગે સાધુઓ પણ ‘લયયોગ'ના સાધક નથી હોતા. માત્ર શ્વેત સાધુવેશ કે ભગવાં વસ્ત્રો પહેરી લેવા માત્રથી લયયોગની પ્રાપ્તિ નથી થતી. મનનું સ્થિરીકરણ કે શુદ્ધીકરણ નથી થતું.
તા. ૧-૫-૯૮
એકાંત ગમવું જોઈએ. એકાંતમાં મૌનની મજા આવવી જોઈએ અને પરમાત્મધ્યાનમાં મગ્નતા આવવી જોઈએ!
હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં, બિસર ગઈ દુવિધા તન-મન કી, અચિરા-સુત ગુણગાન મેં...
For Private And Personal Use Only
શ્રુતસૂરિ