________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૩
લય-વિલય-પ્રલય
જેમ જિનેશ્વરની ભક્તિ કરવાની છે તેમ તેમના ચતુર્વિધ સંઘની પણ ભક્તિ કરવાની છે. તીર્થ એટલે પ્રવચન. સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા - આ ચતુર્વિધ સંઘ પ્રત્યે પ્રીતિ-ભક્તિનો ભાવ સ્થિર રાખવાનો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજો ઉપાય છે શ્રુતાભ્યાસનો. નિરંતર શ્રુતસંપત્તિની વૃદ્ધિ કરતા રહેવાનું છે. શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન. પરમાત્મા પ્રભુ મહાવીરદેવે જે તત્ત્વો પ્રકાશિત કર્યાં, ગણધરોએ એ તત્ત્વોને લિપિબદ્ધ કર્યાં, તે આગમ કહેવાયાં. મહાન્ પ્રજ્ઞાવંત જ્ઞાની મહર્ષિઓએ એ આગમો ઉપર નિર્યુક્તિ, ચૂર્ણા, ભાષ્ય અને ટીકાઓ લખી. વ્યાખ્યાઓ લખી, વિવેચનો લખ્યાં, આ બધાંનું અધ્યયનપરિશીલન કરતા રહેવાનું છે.
પ્રતિદિન અભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ અને ઉત્સાહ ચાલતો રહે તો મન વૈરાગ્યભાવથી નવપલ્લવિત રહે. જેમ જેમ તત્ત્વબોધ ગ્રહન-ગંભીર અને વિસ્તૃત થતો જાય તેમ તેમ જ્ઞાનાનંદનો અનુભવ થશે અને સ્વાધીન સુખનો આસ્વાદ મળશે.
ત્રીજો ઉપાય છે વિરક્ત-વૈરાગી સાધકોનો પરિચય, સંપર્ક. વૈરાગ્યભાવને પુષ્ટ કરવા, વૈરાગ્યમાર્ગે નિરંતર પ્રગતિ કરવા, વૈરાગી મહાત્માઓનો સંગ કરવાનો. જ્ઞાનદૃષ્ટિવાળા સત્પુરુષોના સંપર્કમાં રહેવું જોઈએ.
‘શામ્યશતક'માં મનોજય કરવા માટે ‘તત્ત્વચિંતન'નો ઉપાય બતાવવામાં આવ્યો છેઃ
स्वान्तं विजित्य दुर्दान्तमिन्द्रियाणि सुखं जयेत् । तत्तु तत्त्वविचारेण जेतव्यमिति मे मतिः । ।७० ।।
‘મનને તત્ત્વવિચારથી જીતી શકાય છે, એમ હું (ગ્રંથકાર) માનું છું.'
- ઇન્દ્રિયો પર વિજય મેળવવા મનોજય કરો.
- મનોજય કરવા તત્ત્વચિંતન કરો.
- તત્ત્વચિંતન કરવા શાસ્ત્રાભ્યાસ કરો.
આ જ ઉપાય ‘યોગસાર'માં બતાવવામાં આવ્યો છેઃ
*ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં હંમેશાં વ્યગ્ર એવા મનને, નિશ્ચયપૂર્વક
તત્ત્વનો જ્ઞાતા સાત્ત્વિક મુનિ સારી રીતે સ્થિર કરે છે.'
* इष्टानिष्टेषु भावेषु सदा व्यग्रं मनो मुनिः ।
सम्यग् निश्चयः तत्त्वज्ञः स्थिरीकुर्वीत सात्त्विकः ।। ५/१५९ ।।
For Private And Personal Use Only