________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય ભોગપભોગની કલ્પનાઓ કરવા જેવી નથી. મનથી પણ કરેલી વિષય-સ્પૃહા, વિષયભોગ મનના શુભ વિચારોને બાળી નાંખે છે. આત્માના પવિત્ર અધ્યવસાયોનો ઘાણ કાઢી નાંખે છે.
જો મનથી સ્મરણ કરવા માત્રથી આવું દુઃખદાયી પરિણામ આવે છે, તો એ વિષયોના શારીરિક ઉપભોગથી કેવું દારુ પરિણામ આવે?
ચેતન, આ વિષયોની ભયંકરતા જાણવા “વિપાકસૂત્ર' એકાગ્રતાથી વાંચવા જેવું છે, વિષયાસક્તિના દારુણ વિપાકોની દર્દનાક ઘટનાઓ વાંચતાં શરીરનું એક એક રૂંવાડું ખડું થઈ જશે. મેં વાંચેલું છે અને ભીતરથી હચમચી ગયો હર્તા,
આ બધું વાંચ્યા પછી લાગ્યું કે વિષયોને ઝેર જેવા કહેવા ખોટું છે. ઝેર તો માત્ર એક જીવનનો નાશ કરે છે જ્યારે વિષયોનો ઉપભોગ અનેક જન્મોમાં દુઃખી કરે છે, મારે છે.
- વિષયોના ભોગ-ઉપભોગમાં જીવ તીવ્ર રાગ-દ્વેષ કરે છે. - તીવ્ર રાગ-દ્વેષથી નિકાચિત પાપકર્મો બાંધે છે. - એ પાપકર્મો જનમોજનમ ભોગવવાં પડે છે. વિવિધ તીવ્ર દુઃખો ભોગવવાં પડે છે. - દુર્ગતિઓની પરંપરા ચાલે છે.
મહાનુભાવ, આ વિષય આજે અધૂરો રહેશે. આ પછીના પત્રમાં આ વિષય ઇન્દ્રવિજયથી કષાયવિજય” પર વિસ્તારથી લખીશ. આ વાત પર ગંભીરતાથી વિચારજે.
તા. ૨૪-૪-૯૮
nezkertben
For Private And Personal Use Only