________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
આ છે કષાયોમાંથી જન્મતા વિકારો. આ અંગે તારે વિસ્તારથી વાંચવું હોય તો “પ્રશમરતિ -વિવેચન વાંચી જજે. મેં વિસ્તારથી એમાં કષાયોનું વિવેચન લખેલું છે.
મનની શુદ્ધિ માટે કષાયવિજય કરવો અનિવાર્ય છે અને કષાયવિજય કરવા ઇન્દ્રિયવિજય કરવો જ પડે! સાધકે વૈરાગ્યમાં સ્થિરતા કરી, ઇન્દ્રિયોને જીતવી જોઈએ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી લખે છે :
હોત ન વિજય કષાય કો, વિનુ ઇન્દ્રિયવશ કન,
તાતે ઇન્દ્રિયવશ કરે, સાધુ સહજ ગુણલીન. ઇન્દ્રિયો પર વિજય મેળવવો સરળ નથી, ઘણો મુશ્કેલ છે. યોગી-મુનિ જ ઇન્દ્રિયવિજય કરી શકે. પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયો પ્રત્યે વૈરાગ્યને દઢ કરવાથી જ વિજયી બની શકાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ પાંચ વિષયોના અસંખ્ય પ્રકારો છે. એના પ્રત્યે વૈરાગ્ય આવે તો જ રાગ-દ્વેષ ઘટે, નાશ પાર્મ અને ઇન્દ્રિયો શાંત થાય એટલે કષાયો શાંત થવાના જ.
વિષયોમાં પ્રિય પ્રિયની, ઇષ્ટાનિષ્ટની, ગમા-અણગમાની કલ્પનાઓ નહીં કરવાની, મનને એવી કલ્પનાજાળમાંથી મુક્ત કરવાનું. તો જ વૈરાગ્ય આવે, તો જ ઇન્દ્રિયવિજય થાય અને તો જ કષાયવિજય થાય. ઇન્દ્રિયોની દુર્જનતા આ રીતે બતાવી છે :
આપ કાજ પર-સુખ હરે, ઘરે ન કોનું પ્રીતિ,
ઇન્દ્રિય દુર્જન પરિ દહે વહે ન ધર્મ ન નીતિ. પોતાના સ્વાર્થ માટે ઇન્દ્રિયો બીજાનાં સુખ હરી લે છે. એ ઇન્દ્રિયો ક્યારેય કોઈની સગી થતી નથી. એ ઇન્દ્રિયોને કોઈ ધર્મ નથી હોતો. કોઈ નીતિ નથી હોતી, એ દુર્જનોમાં પણ મહાદુર્જન છે.
ઇન્દ્રિયો, ઉત્તમ પુરુષોનાં હૃદયને પણ પોતાના વિષયો તરફ આકર્ષવા લાખ ઉપાય કરે છે અને ઉત્તમ-શ્રેષ્ઠ હૃદયોને બગાડે છે.
- અષાઢાભૂતિ મુનિના પવિત્ર હૃદયને કોણે બગાડ્યું હતું? - નંદિષેણ મુનિના નિર્મળ હૃદયને કોણે મલિન કર્યું હતું? - અરણિક મુનિના સ્વચ્છ હૃદયને કોણે ગંદું કર્યું હતું?
For Private And Personal Use Only