________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપ
લય-વિલય-પ્રલય તમારા શરીરને જ પરાધીન છો. તમારું શરીર નીરોગી ન હોય, સ્વસ્થ ન હોય તો તમે ઇન્દ્રિયોનાં વિષયસુખો સ્વચ્છંદતાથી ભોગવી નહીં શકો. એવી રીતે જો તમારા પારિવારિક, સામાજિક કે રાષ્ટ્રીય સંયોગો અનુકૂળ નહીં હોય તો પણ તમે તમારી ઇચ્છા મુજબ સુખભોગ નહીં કરી શકો.
તમે વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરાધીન છો. ભરપૂર સુખોની વચ્ચેથી મૃત્યુ તમને ઉપાડી જઈ શકે છે. આ નાનીસૂની પરાધીનતા નથી.
માટે ભગવાન ઉમાસ્વાતિ સાચાં ત્રણ સુખોની વાત કરે છે. - જે સુખ નિત્ય હોય, - જે સુખ અભય હોય, - જે સુખ સ્વાધીન હોય તેવા સુખને શોધો અને પામો. એવું સુખ છે “પ્રશમસુખ!' મનના, વિશુદ્ધ મનના લયનું સુખ!
'नित्यमभयमात्मस्थं प्रशमसुखं तत्र यतितव्यम् ।' પરંતુ, સામાન્ય માણસને લોકોત્તર “પ્રશમસુખ'ની ખરેખર જાણ જ નથી. એટલે એ તો લૌકિક વૈષયિક સખોને જ સાચાં સુખ સમજીને એ સુખો મેળવવા અને ભોગવવા જિંદગીપર્યત મથતો રહે છે. આવા સામાન્ય માણસોને ભગવાન ઉમાસ્વાતિ કહે છે :
ભાઈ, સર્વે વિષયોની અભિલાષામાંથી અને પ્રાપ્તિથી જે સુખો તને મળે છે, એ સુખ કરતાં અનંત-ક્રોડ વધારે સુખ વૈરાગીને, વીતરાગને મળે છે! માટે હવે વૈરાગી બનીને “પ્રશમસુખની પ્રાપ્તિ કરો, પ્રિય વિષયોના વિયોગમાં અને અપ્રિય વિષયોના સંયોગમાં, ઇષ્ટ સુખની ઇરછામાં અને અનિષ્ટ દુઃખની અનિચ્છામાંથી ઘોર દુ:ખ જન્મે છે. આ દુ:ખ રાગી જીવોને જ હોય છે. વૈરાગીને વીતરાગને આવું દુઃખ સ્પર્શ પણ નથી કરતું!
વીતરાગ જેવા વૈરાગી સાધકો કેવા હોય છે અને તેઓ કેવું અદ્ભુત આંતર સુખ મેળવે છે, એ લખીને આજનો પત્ર પૂર્ણ કરીશ.
- જેમની મૈથુનવાસના શાંત થઈ ગઈ હોય, - જેમના ક્રોધ વગેરે ચારે કષાયો મંદ થઈ ગયા હોય, - જેઓ વાતવાતમાં હસતા નથી,
For Private And Personal Use Only