________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
લય-વિલય-પ્રલય
મનોવૈજ્ઞાનિક કોરનહાર્ની કહે છે કે અનૈતિક અને અસામાજિક ચિંતન તથા કર્તૃત્વથી જે અંતર્વૈદ્ય પેદા થાય છે. તે બે પ્રકારનાં વ્યક્તિત્વ રચી નાંખે છે. એમાંથી નિરંતર આંતરિક કલહ પેદા થાય છે અને એ કલહ સમગ્ર મનોભૂમિને ક્ષત-વિક્ષત કરી નાંખે છે. સંચાલક પોતે આહત-ઘાયલ-ઉદ્વિગ્ન હોય, તો એની પાસે કામ કરનારા તંત્રની દુર્દશા થવી સ્વાભાવિક હોય છે, એમ શરીરના દુરાચારો અને મનના વિકારો જ આત્મસત્તાના તંત્રને વેરવિખેર કરી નાંખે છે.
આ બધી વાતોનો નિષ્કર્ષ એક જ છે કે ચેતનની મૂળ સત્તા કે જે અંતઃકરણ છે, તેને પ્રભાવિત કરનારાં નૈતિક-અનૈતિક વિચારો અને કાર્યો જ આપણી સારી-નરસી પરિસ્થિતિઓ માટે પૂર્ણતયા ઉત્તરદાયી છે. આ મૂળ કેન્દ્ર અંતઃકરણ(મન) નું પરિશોધન કરવું એ જ એક પ્રકારનો આંતરિક કાયાકલ્પ છે. આ આંતરિક કાયાકલ્પ કરવો આવશ્યક જ નહીં, અનિવાર્ય છે.
ચેતન, માનસિક વિચારોના માનવીય શરીર ઉપર પડતા સારા-નરસા પ્રભાવોની, આધુનિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આપણે થોડી વાતો કરી. હવે એલ. કે. ફ્રેંકે જે વિક્ષિપ્ત, અર્ધવિક્ષિપ્ત મનની વાત કરી, તેના અનુસંધાનમાં આપણે ત્યાં ‘અધ્યાત્મસાર' ગ્રંથમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ મનના જે પાંચ પ્રકારો બતાવ્યા છે, તે તને સંક્ષેપમાં લખું છું.
૧. ક્ષિપ્ત મન : રાગ-દ્વેષ-મોહમાં મગ્ન.
૨. મૂઢ મન : લોક-પરલોકના હિતના વિવેક વિનાનું.
૩. વિક્ષિપ્ત મન : રક્ત-વિરક્ત ભાવોવાળું, દ્વિધાવાળું. ૪. એકાગ્ર મન : સમાધિમાં સ્થિર.
૫. નિરુદ્ધ મન : સ્વભાવમાં સ્થિર, વિષય-કષાયથી મુક્ત. હવે કંઈક વિસ્તારથી આ પાંચે મનને સમજાવું છું.
૧. સામે આવતા-આવેલા વિષયોમાં રાગપ્રેરિત કલ્પિત સુખ-દુઃખનો અનુભવ કરે. આ ક્ષિપ્ત મત્ત માત્ર બાહ્ય પદાર્થોમાં જ ભમ્યા કરે છે તેથી તે બહિર્મુખ મન કહેવાય છે. બહિર્મુખ મન એટલે ક્ષિપ્ત મન.
૨. મૂઢ મન ક્રોધ-માન આદિ કષાયોથી પરાભૂત હોય છે. એ તમોગુણથી ભરેલું હોય છે. તેથી એ કૃત્ય-અકૃત્યનો વિવેક કરી શકતું નથી.
૩. જ્યારે તમોગુણ દૂર થાય, રાજસભાવ અને સત્વગુણ કંઇક પ્રગટે ત્યારે ચિત્તમાં કંઈક સમતા પ્રગટે. તેથી દુઃખનાં કારણો દૂર થાય, છતાં એ ભોગ
For Private And Personal Use Only