________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TY
-
E
|| [ ૧૩. મનના પાંચ પ્રકારનું .
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
ગઈકાલે લખેલા પત્રના અનુસંધાનમાં તને આ બીજો પત્ર લખું છું. પછી તું આ બે પત્રોનો પ્રતિભાવ લખજે. બરાબર?
ઘણાં વર્ષો પૂર્વે શારીરિક રોગોને ભૂત-પલીત, ડાકણ-શાકણના ઉપદ્રવો માનવામાં આવતા હતા. તે પછી રોગોને વાત, પિત્ત અને કફના પ્રભાવરૂપે માનવામાં આવ્યા. ઋતુપરિવર્તન સાથે પણ રોગોનો સંબંધ જોડવામાં આવ્યો. તે પછી રોગોનું કારણ કીટાણુઓના આક્રમણને માનવામાં આવ્યું. રોગોનાં કારણોની શોધોમાં તે પછી આહારની વિકૃતિથી પેટમાં જે સડો પેદા થાય છે. એ સડાનું ઝેર રોગ પેદા કરે છે, એમ કહેવામાં આવ્યું.
આ રીતે જેમ જેમ સ્કૂલમાંથી સૂક્ષ્મમાં ઊતરતા ગયા તેમ તેમ આરોગ્યશાસ્ત્રના ક્ષેત્રમાં એક તથ્ય એવું શોધી કાઢવામાં આવ્યું કે રોગોનું અસલી કારણ મનુષ્યની મનઃસ્થિતિ છે. અલબત્ત આહાર-વિહાર, વિષાણુઓનું આક્રમણ, વાત-પિત્ત-કફના પ્રકોપ... વગેરે શારીરિક રોગનાં કારણો છે, પરંતુ એ કારણો સામાન્ય છે, અસાધારણ નથી... એમ વર્તમાનકાલીન વૈજ્ઞાનિક-મનોવૈજ્ઞાનિકો અને ચિકિત્સકો માનતા થયા છે.
મનોવિકારોનું વિષ જો દિમાગ પર છવાયેલું રહે તો એનો દુષ્યભાવ સમગ્ર શરીર પર પડે છે. પરિણામે દુર્બળતા અને રોગિષ્ઠતાનું કુચક્ર વધતાં વધતાં અકાલમૃત્યુ સુધી પહોંચી જાય છે. વર્તમાનકાલીન અનુસંધાન-સંશોધન, જીવનશક્તિનું કેન્દ્ર હૃદય નહીં પરંતુ મસ્તકને માને છે.
પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક એચ. એલેનવર્નરનો શોધગ્રંથ - “એ હિસ્ટ્રી ઓફ ડાયનેમિક સાઇકિયાટ્રીના આધારે શરીરની પ્રત્યક્ષ અને પરોક્ષ બધી ક્રિયાઓ ઉપર સંપૂર્ણ રીતે માનસિક અનુશાસન કામ કરે છે. અચેતન મનની છત્રછાયામાં લોહીનું અભિસરણ, સંકોચ-પ્રસાર, શ્વાસોચ્છવાસ, નિમેષ-ઉન્મેષ, ગ્રહણ-વિસર્જન, નિદ્રાજાગૃતિ આદિ સહજ ક્રિયાઓ ચાલતી રહેતી હોય છે. ચેતન મન દ્વારા બુદ્ધિપૂર્વક થતી ક્રિયાઓ અને લોક વ્યવહારોના તાણા-વાણા વણાતા રહે છે. આ રીતે શરીરની પરોક્ષ અને પ્રત્યક્ષ ક્ષમતા સંપૂર્ણ રીતે અચેતન અને ચેતન મનના નિયંત્રણ નીચે હોય છે. શરીરનું પૂરું આધિપત્ય મન-મસ્તિષ્કના હાથમાં રહેલું છે.
For Private And Personal Use Only