________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
લય-વિલય-પ્રલય સામે દેખાય છે. એ નિષ્ફળતાઓથી બચવા માટે એનું કમજોર મન, શરદીજુ કામને બોલાવી લે છે! એ છીંકો ખાય છે, ઉધરસ ખાય છે. એનું નાક વહેવા લાગે છે. આ બધાની પાછળ પોતાની જાતને નિર્દોષ સિદ્ધ કરવાની વિકૃતવાસના રહેલી હોય છે. આ રોગ ખરેખર, અત્તર્મનનું અનુદાન છે આ અનુદાન, માણસને થોડું શારીરિક કષ્ટ આપીને અસફળતાના લાંછનથી બચાવી લે છે! આવા રોગી ઘણા સમય સુધી પરાજયની પ્રતાડનાથી બચી જતા હોય છે. અને આવા માણસોને સાત્ત્વનાની એક આછી ઝલક મળી જતી હોય છે. અંતઃચેતના, આ પ્રયોજનથી જ શરદી-જુકામના તાણાવાણા ગૂંથે છે. ડૉ. કોપાને પોતાની આ માન્યતાને પુષ્ટ કરતાં અનેક પ્રમાણો પ્રસ્તુત કર્યા છે : ૦ ખેલાડીઓ હરીફાઈના દિવસોમાં, ૦ વિદ્યાર્થીઓ પરીક્ષાના દિવસોમાં, o રાજકારણીઓ ચૂંટણીના દિવસોમાં પ્રાયઃ શરદી-જુ કામથી પીડાતા હોય છે. એમાં મોટાભાગના એવા લોકો હોય છે કે જેમને પોતાની સફળતામાં સંદેહ હોય છે અને હારી જવાનો ભય એમના દિલને કમજોર કરી દેતો હોય છે.
શરદી-જુકામનું કારણ આમ તો શરદી-ગરમી અથવા વિષાણુ માનવામાં આવ્યા છે અને એના આધારે ઉપચાર કરવામાં આવે છે, પરંતુ તેથી રોગ મૂળથી જતો નથી. વાસ્તવિકતા એ છે કે શરદી-જુકામ શારીરિક નહીં, પરંતુ માનસિક રોગ માનવો વધુ ઉચિત છે. વર્તમાનકાળે મોટા ભાગના રોગોના મૂળમાં માનસિક વિકૃતિઓ રહેલી જણાય છે. શરીરની અંદરના અવયવોમાં આવતી ખરાબીના કારણે ઉત્પન્ન થતી તકલીફો તો સરળતાથી દૂર થઈ શકે છે. શરીર સ્વયં જ એની સફાઈ કરી લે છે. પરંતુ કેટલાક ઘાતક રોગ-અસાધ્ય રોગ મનોવિકારજન્ય હોય છે. મનોવિકાર અનેક રોગોને જન્મ આપે છે. અમેરિકાના પ્રસિદ્ધ મનઃચિકિત્સક ડૉ. રાવર્ટ ડી. રાયે વિસ્તૃત સર્વેક્ષણ કર્યા પછી લખ્યું કે કેન્સર, હૃદયરોગ અને ક્ષય જેવા રોગોને ઉત્પન્ન કરવામાં મુખ્યરૂપે મનોવિકૃતિઓ જ કારણભૂત હોય છે.
ધી ફિલોસોફી ઑફ લૉગ લાઇફ” નામના પુસ્તકમાં “જીન માઇનોલે' લખ્યું છે કે શીધ્ર મૃત્યુનું કારણ છે મૃત્યુભય, મોટા ભાગે લોકો વૃદ્ધાવસ્થા આવતાં કે નાની-મોટી બીમારીઓ આવતાં મૃત્યુની આશંકાથી ભયભીત રહે છે અને આ ભય મનની અંદર એટલો ઊંડો પેસી જાય છે કે લાંબો સમય જીવવું કઠિન બની જાય છે. એ ભય જ મોટો રોગ છે.
For Private And Personal Use Only