________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૩૭ નામનું તત્ત્વચિંતક આવી પ્રગાઢ અનુભૂતિઓને "peak experiences તરીકે ઓળખાવે છે. તે કહે છે : Peak experiences are acute identity experiences. આવી ચરમ અનુભૂતિ સહજ રીતે ઘટે છે. આ ચોથા ખંડમાં માણસનું “હું” અને “નમ' – “હું અને મારું ખરી પડે છે. એ દેહભાવથી મુક્ત થઈ પોતાના “સ્વ” સાથે એકરૂપ થઈ સ્વરસનો
અનુભવ કરે છે આ અવસ્થામાં એ કર્મફળથી અલિપ્ત રહે છે. ૫. બ્રહ્મભાવની મસ્તી (Cosmic Consciousness) : આ પાંચમા ખંડમાં પ્રવેશવા માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ - આ અષ્ટાંગ યોગની સાધના કરવી પડે. પાંચમો ખંડ “સમાધિ નો છે! “ઝન સંપ્રદાય આને “સતોરિ' કહે છે. બૌદ્ધ પરંપરામાં અષ્ટાંગ માર્ગ - સમ્યક દ્રષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક કર્મ, સમ્યક્ આજીવ, સમ્યફ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ અને સમ્યફ સમાધિ - આ રીતે બતાવવામાં આવ્યો છે.
મન સાથે કામ પાડવાના આ માર્ગો સાધના માગી લેનારા છે. આ માર્ગ કીડીની ગતિ જેવી ધીમી ગતિનો છે. આને “પિપીલિકા માર્ગ' કહે છે. પરંતુ “જ્યાં દૃઢ પ્રણિધાન હોય, પૂરો ખંત હોય ત્યાં સાધના સફળ થાય જ', એવી શ્રદ્ધાને હૃદયમાં ભરીને રાખવી પડે.
આ બધું વાંચીને તને મનમાં પ્રશ્ન થશે કે “ચોથા અને પાંચમા ખંડમાં પ્રવેશવું શી રીતે?
આ જ પુસ્તકમાં રોબર્ટ રોપ એના ચાર ઉપાય બતાવે છે. એ ઉપાયો આ પછીના પત્રમાં લખીશ.
ચંતન, પરબ્રહ્મમાં લય પામવા માટે, પરમ-ચરમ સુખની અનુભૂતિ કરવાના ઉપાયો “પ્રશમરતિ ગ્રંથમાં પણ બતાવાયા છે. અવસરે તને લખીશ. છેવટે તો આત્માનુભવરૂપ, ચિદાનંદરૂપ લય જ પામવાનો છે ને! બ્રહ્મજ્ઞાનમાં લીનતા પ્રાપ્ત કરવાની છે. એટલે મનને સમજાવી, તેને વશ કરવું અનિવાર્ય છે.
કુશળ રહે. તા. ૧૩-૪-૯૮
વાયુન
For Private And Personal Use Only