________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४
દંભાસુરને નાથો ૦ સંસાર છોડ્યો એટલે મોહ ટળ્યો - એમ માની શકાય કે?
શિષ્ય-શિષ્યાઓ અને ભક્તોનો મોહ જાગી શકે છે ને? ૦ સાધુનો લોભ પાછલે બારણેથી મનમાં પ્રવેશી જાય છે ને? એ લોભ આશ્રમો, તપોવનો, તીર્થધામો આદિ દ્વારા ગુણાકાર પામે છે ને? અને કીર્તિલોભ કેટલો તગડો બને છે?
કેટલાક વિચારકો મનને સાવ છૂટું મૂકી દેવાની હિમાયત કરે છે, તેઓ અરાજકતાની અને સ્વચ્છન્દવાની આડકતરી હિમાયત કરી રહ્યા છે. જ્ઞાની પુરુષો કહે છે : હોડીને જેમ પવન તાણી જાય છે તેમ ઇન્દ્રિયોની બધી માગણીઓ વિવેક વગર પૂરી કરનારું સ્વૈરવિહારી મન માણસની બુદ્ધિનો ઉલાળિયો કરી નાખે છે. બુદ્ધિનાશ એટલે સર્વનાશ. મન ઇન્દ્રિયોનું ગુલામ બનીને વર્તે તો બુદ્ધિ નાશ પામે.
ત્રીજી સાવધાની દંભ અંગે રાખવાની છે. મન દંભી ન બની જાય, એની સાવધાની રાખવાની છે, કારણ કે દુનિયામાં મોટા ભાગના લોકો પોતાના દોષો અને પોતાનાં પાપો છુપાવી, સંઘ-સમાજમાં સત્કાર પામવા દંભ કરે છે. પરતું માણસની આ મૂર્ખતા જ છે. એ પોતાના દંભ વડે જ દુ:ખ પામે છે.
ચેતન, પસની લંપટતા ત્યજી દેવી સરળ છે, શરીરના અલંકારો ત્યજી દેવા સહેલા છે અને કામભોગોનો ત્યાગ કરવો પણ મુશ્કેલ નથી. મુકેલ છે દંભનો ત્યાગ! ભલેને માથાના વાળનું લંચન કરે પૃથ્વી-પથ્થર પર સૂઈ જાય, ભિક્ષા માગીને ભોજન કરે કે બ્રહ્મચર્યાદિ વ્રતો પાળે, પરંતુ જો એનું મન દંભ નથી ત્યાગતું તો બધી જ સાધના નિરર્થક થઈ જાય છે. એવા તપને શું કરવાનું કે એવાં વ્રત-મહાવ્રતોને શું કરવાનાં? – જો એનું મન દંભનો ત્યાગ નથી કરતું. આંખો જ અંધાપાથી ઓલવાઈ ગઈ હોય, એના માટે દીવો શા કામનો ?
ભલે ને માણસ સંસારી મટીને સાધુ બની જાય, અને મોક્ષ મેળવવાની વાતો કરે, જો એનું મન દંભી-માયાવી છે તો એ લોઢાની નાવમાં બેસી સમુદ્ર પાર કરવાની મૂર્ખતા કરે છે. એવા પંડિતો-વિદ્વાનો કે જેઓ દંભનાં દુષ્પરિણામો જાણે છે, છતાં એમની શ્રદ્ધા તો દંભ ઉપર જ હોય છે. એ દંભ એ વિદ્વાનોને ડગલે ને પગલે વિસ્મલિત કરે છે.
માટે માણસે, સાધકે દંભરહિત જીવન જીવવું જોઈએ. જો એને ખરેખર મોક્ષમાર્ગ ઉપર રાગ છે, દઢ શ્રદ્ધા છે, તો એણે પોતાના યથાર્થ વ્યક્તિત્વને છૂપાવવાની જરૂર નથી. “હું છું, એ આવો છું... હું ઉચ્ચ કોટિના નિદભ
For Private And Personal Use Only