________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય વિચારોથી મુક્ત કરી દેવાનું. નિર્વિકલ્પ-દશા પ્રાપ્ત કરવાની છે. આવી નિર્વિકલ્પ આત્મદશા યોગીપુરુષો માટે જ સંભવ છે. સામાન્ય સાધકનું ગજું નથી હોતું, કારણ કે આ સ્થિતિ તો મનની પેલે પારની છે. આત્મસ્વરુપમાં મન લય પામી જાય, શુદ્ધ દર્શન, જ્ઞાન અને ચારિત્રની પરિણતિ થઈ જાય.”
આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય, કે જે આત્માનુભવરૂપ છે, એની વિવેચના હમણાં નથી કરવી. એ પછી કરીશ. આજે તો મારે મનશુદ્ધિની વાત કરવી છે.
અધ્યાત્મસાર' માં આપણને મનઃશુદ્ધિની પારાશીશી મળી ગઈ. જેનું મન શુદ્ધ હોય તેનું મન પ્રસન્ન હોય! તે આંતર આનંદ અનુભવે. બાહ્ય વિષયોમાંથી આનંદ મેળવવાની વૃત્તિ નાશ પામતી જાય. વિષયોમાં પ્રિય - અપ્રિયની અને ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાઓ વિરામ પામતી જાય.
જ્યારે મન રાગી હોય છે ત્યારે એક વિષય પ્રિય લાગે છે, જ્યારે મન દ્વેષી હોય છે ત્યારે એ જ વિષય અપ્રિય લાગે છે. હનુમાનજીના પિતા પવનંજયના મનમાં અંજના પ્રત્યે દ્વેષ હતો ત્યારે બાવીસ-બાવીસ વર્ષ સુધી એની સામે પણ નહોતું જોયું. એના શયનખંડમાં પણ પગ નહોતો મૂક્યો. બાવીસ વર્ષના અંતે
જ્યારે માન સરોવરના તટ પર મન બદલાયું, ‘ષના સ્થાને સ્નેહ અને સહાનુભૂતિ જાગ્યાં કે તરત જ મિત્રની સાથે આકાશમાર્ગે એ અંજનાના મહેલે પહોંચ્યો હતો. અંજના તો એ જ હતી! અંજનામાં કોઈ પરિવર્તન ન હતું, પવનંજયના મનમાં પરિવર્તન થયું હતું. આ બધું શું છે? મનના રાગ અને હેપ હંમેશાં બદલાતા ભાવોના ખેલ છે! વિષયો તો એના એ જ હોય છે. વિષયોમાં નથી ઇષ્ટપણું કે નથી અનિષ્ટપણું. રાગીને નરસો પણ વિષય વહાલો લાગે છે, દ્વેષીને સારો પણ વિષય અપ્રિય લાગે છે.
એટલે વિષયોમાં શુભ-અશુભની, ઇષ્ટ-અનિષ્ટની માત્ર કલ્પનાઓ જ મન કરે છે. મનની કલ્પના સિવાય કંઈ જ વાસ્તવિક્તા નથી. માટે આપણે જડ પદાર્થોમાં સારા-નરસાના આરોપ મૂકવાની કુચેષ્ટાઓ બંધ કરવી પડશે. આપણા મનના રાગ-દ્વેષ ઓછા કરવાનો પુરુષાર્થ કરવો પડશે.
આ વાત મન માની જાય તો વિષયો તરફ દોડતી આપણી ઇન્દ્રિયો રોકાઈ જાય, દોડધામ ઓછી થાય. રાગ-દ્વેષની મંદતા થઈ જાય તેથી કર્મબંધ ઓછો થાય, આ તત્ત્વદૃષ્ટિ છે. જ્ઞાનદૃષ્ટિ છે. મનની કલ્પનાઓમાંથી રાગ-દ્વેષના રંગો ધોઈ નાંખીએ તો મન શુદ્ધ થાય અને જીવાત્મા પ્રસન્નતા પામે...
આજે બસ, આટલું જ. કુશળ રહે. તા. ૧૭-૪-૯૮
negliz
For Private And Personal Use Only