________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
- ૨૯ વ્યાકરણ માં “મન' શબ્દ નપુંસક લિંગ ગણાય છે. તેથી હું તો એમ સમજતો હતો કે મન તો નપુંસક લિંગ છે, તેથી તેમાં વળી શો માલ હોય! પરંતુ એ મન તો ભલભલા મરદોને પણ ઠેબે ચડાવે છે. જોકે પુરુષ બીજી બધી બાબતે સમર્થ છે, પરંતુ મનને કોઈ જીતી ન શકે. એને જીતવાનું કઠણ કામ છે!
છતાં મનને સ્થિર કર્યા વિના મનનો લય પ્રાપ્ત થઈ શકે એમ નથી. યોગી પુરુષો તો સતત મનબ્રહ્મના બારણે ટકોરા મારતા રહે છે અને દરવાજો ખૂલે ત્યારે મનમાં પ્રવેશીને, મનને ઓળખી જ ને, મનને વળોટી જઈને, મનને અતિક્રમી જઈને (ઉન્મનીભાવ પામીને) અ-મન (નો માઇન્ડ) તરફની યાત્રા શરુ કરે છે.
પણ આપણા માટે આ વાત શક્ય નથી લાગતી. મનના ખેલ નિરંતર ચાલતા રહે છે. મન જલ્દી વશ થાય એમ નથી કે મરે એમ પણ નથી! આપણે. મનના ખેલ જોયા કરવાના છે. આ જગત મનના ખેલ જેવું છે. એને એક ખેલ-નાટક તરીકે નીરખવાની પણ એક મજા છે. જગતના ખેલને સાક્ષીભાવે નિહાળવાની સર્વોચ્ચ રમત (માસ્ટર ગેમ) એટલે સતત આત્મજાગૃતિ! ખરી આધ્યાત્મિક્તા. આ આત્મજાગૃતિ એટલે સભાનતા (અવેરનેસ) છે. જ્ઞાનસારમાં કહેલું છે :
पश्यन्नेव परद्रव्यनाटकं प्रतिपाटकम् । भवचक्रपुरस्थोऽपि नामूढः परिखिद्यते ।।
(મોરાષ્ટ/૪) અનાદી-અનંત કર્મ-પરિણામ' નામનો રાજા છે. એની રાજધાની છે “ભવચક્ર' નામનું નગર. એ નગરમાં એકેન્દ્રિય.. બેઈન્દ્રિય... આદિ લાખો નામની (૮૪ લાખ યોનિ) પોળો છે. એ પોળોમાં જન્મ-જીવન (આધિ-વ્યાધિ-ઉપાધિ) મૃત્યુનાં નાટક ચાલતાં રહે છે. એ નાટકોને રાગ-દ્વેષ વિના (અમૂઢપણે) જોનાર જીવાત્મા ખેદ-ઉદ્વેગ પામતો નથી,
બસ, સાક્ષીભાવે ખેલ જોયા કરવાનો છે. જેમ ભવચક્રમાં ચાલતા નાટકને જોયા કરવાનું છે, તેમ આપણા મનમાં જે વિચારોનું સંકલ્પ-વિકલ્પોનું અવિરત નાટક ચાલી રહ્યું છે, તેને પણ દ્રષ્ટા બનીને જોયા કરવાનું છે! હા, આપણા મનના વિચારોને આપણે જોવા પડશે, તપાસવા પડશે..મધ્યસ્થ ભાવે નિહાળવા પડશે... તો જ મનની સ્થિરતા આવશે... ને “માનસિક લયયોગ' ની પ્રાપ્તિ થશે.
For Private And Personal Use Only